કપડા બાદ બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ માસ્કનું વેચાણ ઝડપાયું

5 રૂપિયામાં વેચી નાખતો દુકાનદાર

કપડા બાદ બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ માસ્કનું વેચાણ ઝડપાયું
symbolic inage

Mysamachar.in-અમદાવાદ

હાલમાં કોરોના મહામારીની કાળો કહેર ચાલી રહ્યો છે, ત્યારે માસ્ક પહેરવું ખુબ સુરક્ષિત માનવામાં આવે છે, કોરોના કાળમાં રક્ષણ મેળવવા માટે માસ્ક પહેરવુ ફરજીયાત છે. ત્યારે અમદાવાદમાં બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ માસ્કનો જથ્થો પોલીસે ઝડપ્યો છે. કારંજ પોલીસે શહેરના રીલીફ રોડ પર આવેલ અંબીકા સેન્ટર નામની દુકાનમાંથી બાતમીના આધારે રેડ કરતા પુમા કંપનીના ડુપ્લીકેટ માસ્કનો જથ્થો મળી આવ્યો હતો. જોકે પોલીસને જથ્થો મલી આવતા કોપીરાઈટના ફીલ્ડ ઓફીસરને જાણ કરી હતી. કોપીરાઈટ ફીલ્ડ ઓફીસર દુકાનમાં આવી પુમા કંપનીના સીંમબોલવાળા માસ્કનો જથ્થાને ચેક કરતા ડુપ્લીકેટ હોવાનુ પોલીસને જણાવ્યું હતુ.

તમામ માસ્ક ડુપ્લીકેટ હોવાનુ સાબીત થતા કારંજ પોલીસે દુકાનના માલીક વિકાસ પટેલ સામે કોપીરાઈટ એક્ટ મુજબનો ગુનો નોંધી માસ્કનો જથ્થો ગણતા આશરે 4000 જેટલા પુમા કંપનીના અલગ અલગ માસ્ક મળી આવ્યા હતા. પોલીસે આરોપી વિકાશ પટેલની વધુ પૂછપરછ કરતા આરોપી રીલીફ રોડ પર આવેલ તેની દુકાનની નીચે જ આ માસ્કનુ મેન્યુફેક્ચરીંગ કરતો હતો. હોલસેલમાં વેચતો હતો. પોલીસની પ્રાથમીક પુછપરછમાં આરોપી હોલસેલમાં ડિલરોને માત્ર 5 રુપીયાના ભાવે માસ્ક વેચતો હતો.