અકસ્માત, સેફટી ગડર કારની આરપાર નીકળી ગયું...

યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો

અકસ્માત, સેફટી ગડર કારની આરપાર નીકળી ગયું...

Mysamachar.in-રાજકોટ

આજે ગોંડલ-જેતપુર નેશનલ હાઇવે પર વીરપુર નજીક એક વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી જેમાં  એક કાર હાઇવેના સેફટી ગડર સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ગડર કારની આરપાર પસાર થઈ ગયું હતું. બે યુવાનને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યારે એક યુવાનને ગંભીર હાલતમાં રાજકોટ ખસેડાયો હતો. મિત્રની પત્નીને લેવા માટે વીરપુરમાં જઈ રહ્યા હતા ત્યારે કાર સેફટી ગડર સાથે કાર અથડાતા ગડર આશરે 20 ફૂટથી પણ વધારે કારની આરપાર નીકળી ગયું હતું.