દેવ બાયો મેડીકલ વેસ્ટ દ્વારા કરવામાં આવી રહેલા નિયમભંગનો મામલો ગાંઘીનગર પહોચ્યો...

તાત્કાલિક અસરથી ક્લોઝર કરવા માંગ 

દેવ બાયો મેડીકલ વેસ્ટ દ્વારા કરવામાં આવી રહેલા નિયમભંગનો મામલો ગાંઘીનગર પહોચ્યો...

Mysamachar.in-જામનગર:

જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના હરીપર ગામ નજીક એક બાયો મેડીકલ વેસ્ટનો પ્લાન્ટ કાર્યરત છે, પણ પ્લાન્ટ દ્વારા નિયમોનો સરેઆમ ઉલાળીયો કરવામાં આવી રહ્યાની રજૂઆત ગાંધીનગર સુધી એક જાગૃત નાગરિક દ્વારા પહોચતી કરવામાં આવી છે, જે રજૂઆત મેમ્બર સેક્રેટરી જીપીસીબી ગાંધીનગર ને સંબોધીને કરવામાં આવી છે તેમાં જે હરીપર ગામ નજીક યુનિટ ધમધમે છે, ત્યાંથી રેસીડેન્ટ એરિયા માત્ર ૨૦૦ મીટર જેટલો જ દુર છે, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની આ બાબતની ગાઈડલાઈનનો ભંગ અહી કરવામાં આવી રહ્યો છે,  અને રેસીડેન્ટ એરિયામાં ૫૦૦ ને બદલે માત્ર ૨૦૦ મીટરના અંતરે યુનિટ ધમધમી રહ્યું હોય સીપીસીબી ની ગાઈડલાઈન નો ભંગ અરજદારની દ્રષ્ટિએ છે, વધુમાં આ યુનિટ દ્વારા બેફામ પ્રદુષણ ફેલાવવામાં આવતું હોય પ્રદુષણ થી ગ્રામજનોને રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી હોય આ યુનિટ ને તાત્કલિક અસરથી ક્લોઝર કરવા માંગની કરવામાં આવી છે.