Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લા પંચાયત હસ્તકના ડામર રોડ રસ્તાઓના થયેલ કામોને લઈને જામનગરના જાણીતા RTI એક્ટીવીસટ કિશોર નથવાણી દ્વારા નાયબ મુખ્યમંત્રી, જામનગર જીલ્લા વિકાસ અધિકારી, અધિક્ષક ઈજનેર માર્ગ મકાન વિભાગ, જીલ્લા પંચાયત પ્રમુખ સહિતનાઓને વિસ્તૃત અને તપાસ માંગી લેતી રજૂઆત અરજી કરવામાં આવી છે.જેનાથી જામનગર જીલ્લા પંચાયતની બાંધકામ શાખામાં ખળભળાટ સાથે નીતનવી ચર્ચાઓ શરુ થઇ છે,
અરજીની વિગતો પર નજર કરીએ તો તેમાં થયેલ આક્ષેપો મુજબ જામનગર જીલ્લા પંચાયત હસ્તકના રોડ રસ્તાઓ, ડામર રોડ, સી.સી. રોડ, મેટલ રોડ તેમજ અન્ય બાંધકામોમાં બેફામ રીતે ભ્રષ્ટાચાર અને કૌભાંડો અધિકારીઓ અને કોન્ટ્રાકટરો દ્વારા નબળા કામો અને હલકી કક્ષાના કામો થઈ રહ્યા છે, જામનગર જીલ્લા પંચાયત માર્ગ અને મકાન પંચાયત વિભાગ તેમજ સિંચાઈ વિભાગના ચેક ડેમ, નદિ નાળા, ડામર રોડ, સી.સી. રોડ, મેટલ રોડ આવા કામોમાં જીલ્લાભરમાં કોન્ટ્રાકટરો દ્વારા તેમજ અધિકારીઓની ખોટી નિતીના કારણે બેફામ રીતે ખોટા કામો કરીને ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહયો છે. અને એક પણ કામ એસ્ટીમેન્ટ મુજબના કામો કરવામાં આવતા નથી તે બાબતે હાલની જીલ્લા પંચાયતની બોડી તેમજ અધિકારીઓ તેમજ પદાધીકારીઓ આ બાબતે ખુબજ નજીકથી જાણી રહયા છે. આવા બેફામ રીતે ખુલ્લેઆમ ભ્રષ્ટચાર આચરવામાં આવી રહ્યો છે અને તે બાબતની અનેક પ્રકારની રજુઆતો, અરજીઓ અને ફાઈલો જીલ્લા પંચાયતના કાર્યપાલક ઈજનેર પ્રમુખ બાંધકામ સમીતી તેમજ જીલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજુઆતો થતી હોય છે પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાકટરોનું પેટનું પાણી પણ હલતું નથી. ઉલટાના અરજદારોને અનેક વખત ધાક-ધમકીઓ આપીને અરજી કરેલ પરત ખેચાવીને આમ પબ્લીકનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે.
ખોટા રોડ રસ્તાના કામો નબળા અને હલ્કી ગુણવતાવાળા થઈ રહ્યા છે તેમ છતાં કોન્ટ્રકટરોને અને અધિકારીને અમુક કહેવાતા આકાઓ કેમ બચાવી રહ્યા છે. તે વાત સમજાતી નથી. ત્યારે RTI એક્ટીવીસટ કિશોર નથવાણી દ્વારા જામનગર જીલ્લામાં છેલ્લા 2 વર્ષમાં થયેલા ડામર રોડ, સી.સી. રોડના કામોનું તાત્કાલીકપણે બાંધકામ સમિતિ દ્વારા તેમજ અધિક્ષક ઈજનેર દ્વારા સ્થળ તપાસ કરીને સ્થળ નિરીક્ષણ બાદજે તે જવાબદાર કર્મચારી, અધિકારી અને કોન્ટ્રાકટર વિરૂધ્ધ ફોજદારી રાહે કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ છે, જો આ અરજીના ત્રીસ દિવસમાં ઉચિત કાર્યવાહી નહી કરવામાં આવે ઉચ્ચકક્ષાએ અને ન્યાયના દરવાજા ખખડાવવાની ફરજ લોકહિતમાં પડશે તેવો ઉલ્લેખ પણ અરજીમાં કરવામાં આવ્યો છે.