Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લાનો જોડિયા વિસ્તાર રેતીચોરી કરતા ઈસમો અને સ્થાનિક તંત્ર માટે સ્વર્ગસમાન છે, આ વિસ્તારમાં અલગ અલગ સ્થળોએથી બેફામ રેતીચોરી થઇ રહી છે, છતાં જામનગર ખાણખનીજ વિભાગ કરવા ખાતર કાર્યવાહી કરે છે, તો ક્યાંક ને કયાંક સ્થાનિક તંત્રોની પણ મિલીભગત ના અનેક વખત આક્ષેપો થઇ ચુક્યા છે, અને થતા રહે છે, એવામાં વધુ એકવખત બહારની એજન્સીએ દરોડો કરી અને સ્થાનિક તંત્રનું નાક વાઢી લીધું છે, જોડીયા પોલીસ સ્ટેશનના બાલંભા ગામના ખારા વિસ્તારના ખરાબામાંથી ગેરકાયદેસર ખનીજ (રેતી) અંગે ખનનની પ્રવૃતી કરતા આશરે દોઢ કરોડના વાહનો સાથે 16 વ્યકતીઓને પકડી પાડી ખનીજ (રેતી)નુ ખનન કરતા ઇસમો ઉપર કાયદેસરની કાર્યવાહી આર.આર.સેલની ટીમ દ્વારા કરવામાં આવી છે. રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી. સંદીપસિંહ રાજકોટ રેન્જમાં ચાલતી ખનીજની ગેરકાયદેસર પ્રવૃતીઓ નાબુદ કરવા માટે અને કડક હાથે કામગીરી કરવા રાજકોટ રેન્જ ટીમના પો.સ.ઇ. વી.બી.ચેોહાણ ને સુચના સ્ટાફના સંદિપસિંહ ઝાલા, શિવરાજભાઇ ખાચર તથા કમલેશભાઇ રબારીનાઓએ જામનગર જીલ્લામાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન બાતમી આધારે.
જામનગર જીલ્લાના જોડીયા પોલીસ સ્ટેશનના બાલંભા ગામે ખારાવીસ્તારના ખરાબામાંથી હમીરભાઇ મેપાભાઇ પીઠમલ તથા સુરેશભાઇ પુનાભાઇ જાદવ, અશોકભાઇ મેસુરભાઇ બસીયા, જીતુભાઇ કાળુભાઇ વધોરા, ધનુભા વેરૂભા જાડેજા, જગદીશસીંહ મહીપતસીંહ જાડેજા એક બીજાની બાજુ-બાજુમાં આવેલ અલગ અલગ જગ્યાઓએ તેના માણસો દ્રારા હીટાચી (એકસ્કેવેટર)વડે ખોદકામ કરી અને ખનન કરેલ ખનીજ (રેતી) આ હીટાચી તથા જેસીબી મારફતે વાહનોમા ભરી લઇ અને ખનીજ(રેતી)ની હેરાફેરી કરી સ્ટોક કરવાની, ખનન કરવાની તથા લોડીંગ અને અનલોડીંગની પ્રવૃતી ચાલુ હોય જેથી તુરત જ ઉપરોકત રેઇડ કરતા આ ખારા વીસ્તારના ખરાબામાંથી હીટાચી વડે ખોદકામ કરી અને આ ગે.કા ખનીજ રેતી ટ્રકમાં ભરતા હોય જેમા આશરે દોઢ કરોડના વાહનો એકસ્કેવેટર-૧ તથા ડમ્ફર ટ્રક-૦૯ તથા જે.સી.બી.-૦૨ ટેકટર ટોલી સહીત-૦૨) સાથે કુલ-૧૬ વ્યકતીઓ સ્થળ પરથી પકડી પાડી ખનીજ (રેતી નુ) ખનન કરી વહન કરી સંગ્રહ કરતા મળી ઉપરોકત વાહનો સાથે જોડીયા પો.સ્ટે ખાતે આગળની કાયદેસરની કાર્યવાહી કરવા સોંપી આપેલ છે.