જામનગરમાં રોબીન હૂડ આર્મી કરી રહી છે બિરદાવવાલાયક કામગીરી

લોકો પણ પોતાનો સહયોગ આપે

જામનગરમાં રોબીન હૂડ આર્મી કરી રહી છે બિરદાવવાલાયક કામગીરી

Mysamachar.in-જામનગર:

રોબીન હૂડ આર્મી જામનગરમાં છેલ્લા ૨ માસથી જામનગર શહેર તથા રિલાયન્સ ટાઉનશીપ તથા તેની આજુબાજુના વિસ્તારમાં બંને સમય એટલે કે બપોર અને રાત્રીના મોડા સમય સુધી અન્નવિતરણ કરેલ છે,

જેમાં મુખ્યત્વે શહેરની જુદી-જુદી હોટલોમાંથી તથા જામનગરના સક્રિય કાર્યકરોના ઘરેથી જમવાનું મળી ત્યાથી જમવાનું એકત્ર કર્યા બાદ તેને મુખ્યત્વે હનુમાન ટેકરી,પ્રદર્શન ગ્રાઉન્ડ,જંગલેશ્વર,નવા તથા જૂના રેલ્વે સ્ટેશન,શ્રીજી હોટલ પાસે,સમર્પણ,દિગ્જામ સર્કલ તથા જામનગર શહેર અને તેની આસપાસના ગામડા જેમ કે મેઘપર,પડાણા,ગાગવા ગામ પાસે જરૂરિયાતમંદ લોકોને જમવાનું વિતરણ કરે છે.

આજરોજ દિવાળી નિમિતે ૮૫૦ નંગ નાના-મોટા કપડાં,ફરસાણ,ફટાકડા,જમવાનું,મીઠાઇ ગરીબ લોકોને આપીને તેની દિવાળી ખુશીઓમાં વધારો કરી રોબીન હૂડ આર્મીના સહયોગીઓ સહભાગી થયા હતા॰

આવનાર ભવિષ્યમાં પણ રોબેન હૂડ આર્મી જામનગર નાના બાળકો માટે અભ્યાસ અંગે એકેડમી ચાલુ કરવા માંગે છે અને આ પ્રકારના વિવિધ તહેવારો પર ગરીબ લોકો તેમજ જરૂરિયાતમંદ લોકો માટે મદદ કરી તેમની ખુશીમાં સહભાગી થશે.

રોબીન હૂડ આર્મીની વિશિષ્ટતા એ છે કે તેમાં કોઈ પણ પ્રકારની રોકડ રકમ સ્વીકારવામાં આવતી નથી અને તે એક પણ રાજકીય પક્ષ સાથે પણ સંકળાયેલ નથી,ત્યારે જામનગર શહેરના લોકો તેમના ઘર અને પ્રસંગોમાં વધતું ભોજન સાથે અન્ય કોઈ યોગદાન આપવા માંગતા હોય તો આ નંબરો પર ૮૧૬૦૦૩૫૨૩૪-૮૯૮૦૮૫૫૧૧૧-૮૯૦૫૧૧૦૭૨૭-૯૯૯૮૨૧૫૪૩૦ સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.