લુંટ,હત્યાના ગુન્હાને અંજામ આપનાર ગેંગ પોલીસના સકંજામાં..

મોબાઈલ બંધ કરી ગુન્હાને અંજામ આપતા..

લુંટ,હત્યાના ગુન્હાને અંજામ આપનાર ગેંગ પોલીસના સકંજામાં..

Mysamachar.in-ભાવનગર:

સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં રાત્રી દરમિયાન ચોરી અને લૂંટ કરતી ગેંગ અમરેલી પોલીસે ઝડપી પાડી છે,પોલીસે લેડી ડોન સાથે ૯ ઇસમોની ધરપકડ કરી છે,આ ગેંગ દિવસે રેકી કર્યા બાદ રાત્રે નીકળતી અને પોલીસને જે-તે સ્થળનું લોકેશન ના મળે તે માટે મોબાઈલ સ્વીચ ઓફ કરી અને લુંટ સહિતના ગુન્હાને અંજામ આપતી હતી,ગુન્હાને અંજામ આપ્યા બાદ કેટલાય કિલોમીટર દુર જઈ ફોન ચાલુ કરી દેતી હતી.આ ગેંગે ૬ લૂંટ માટે ૭ હત્યાઓ કરી છે,જ્યારે માત્ર ૫ લૂંટ અને ૪ ચોરી કરી છે,હાલ પોલીસે આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે,અને આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે,


આ ગેંગ વાડી વિસ્તારમાં જતી હતી અને જે તે વાડી વિસ્તારના રહેણાકમા ઘૂસીને લેડી ડોન પુરુષના કપડામાં અને તેના સભ્યો લાકડી ધોકા અને તીક્ષ્ણ હથિયાર વડે મકાનમાં રહેતા લોકોને માર મારતા અને જરૂર પડ્યે પતાવી પણ નાખતા ખચકાટ અનુભવતી નહોતી,આરોપીઓએ ભાવનગર જ નહી પણ સુરેન્દ્રનગર,અમદાવાદ ગ્રામ્ય, અમરેલી, ગીરસોમનાથ સહિતના જિલ્લાઓમાં ગુન્હાઓ આચર્યા હોવાની કબુલાત આપી છે.