પૂર્વ એસપી અને ધારાસભ્ય પી સી બરંડાના ઘરમાં લૂંટ

સોના ચાંદીમાં દાગીના સહિત રોકડની લૂંટ

પૂર્વ એસપી અને ધારાસભ્ય પી સી બરંડાના ઘરમાં લૂંટ

Mysamachar.in:અરવલ્લી

પોલીસ વિભાગ માટે શરમજનક કહી શકાય તેવી એક ઘટના અરવલ્લી જીલ્લામાંથી સામે આવી છે, પૂર્વ એસ.પી. અને હાલ ધારાસભ્ય પી.સી. બરંડાના ઘરમાં લૂંટ થઇ હોવાની માહિતી સામે આવી છે. પૂર્વ એસપી પી.સી.બરંડાના પત્નીને ઘરમાં બંધક બનાવીને ઘરમાં લૂંટ ચલાવવામાં આવી છે, આ લૂંટમાં સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમની લૂંટ થયાનું સામે આવ્યું છે. એમએલએના ઘરમાં લૂંટ થવાના કારણે અરવલ્લી એસપી સહિતની અનેક ટીમો તપાસમાં લાગી ગઇ છે. આ તપાસમાં ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદ પણ લેવાશે. આ અંગે પ્રાથમિક નિવેદન આપતા પોલીસે કહ્યું કે બે શંકાસ્પદો અમારા હાથમાં છે. હાલ તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઘરમાંથી ઘરેણાં અને રોકડ રકમની લૂંટ થઇ છે. એમએલએ પણ પોતાના ઘરમાં તપાસ કરી રહ્યા છે. તેમના ઘરમાંથી કેટલાની લૂંટ થઇ છે તે અંગે તેઓ જણાવશે. હાલ જે બે શંકાસ્પદ પકડાયા છે એ અમારી મેજર લીડ્સ છે.