Mysamachar.in-જામનગર
જામનગર સહિત હાલારમા આ વખતે અતિ વરસાદે બધુ ધોઇ નાંખ્યુ તેમાંય રોડ ધોવાણા તુટ્યા તે તો નજર સામે દેખાયા પરંતુ મકાન દુકાન કારખાના સહિતને પણ જંગી નુકસાન થયા ઘણા નબળા પડ્યા ઘણામા અમુક બવાગ ધસી પડ્યો ઘણા સાવ પડી ગયા તેવી જ રીતે વધુ ચિંતાજનક રીતે ખેતરોમા મહામુલા પાક ધોવાયા પશુઓ તણાયા અરે માનવ જિંદગી પણ હોમાઇ આ બધુ માત્ર હાલાર નહી બધે જ થયુ, આ વાસ્તવિકતા સામે દરેક સ્તરેથી વળતર સહાય ની માંગણી થઇ અને હજુ થાય છે, પરંતુ સરકારતો મેન્યુઅલને વળગે અને કાંતો સુધારો કરી જાણે ઉપકાર કર્યો હોય તેમ વિચીત્ર નિયમ જોગવાઇ સાથેની સહાયની એવી જાહેરાત કરે કે તે મુજબ કંઇ મળશે? ખરેખર કે નહિ તે સવાલ થાય વળી આ માત્ર ખેતી પુરતુ થોડુઘણુ વળતર લાંબી પ્રક્રિયામા પિસાયા બાદ મળે તેને મળે પણ ખેતી ઉપરાંત દરેક સેક્ટરમા વરસાદથી નુકસાન થયા તેનુ કઇ નહી માત્ર ઠેંગો દેખાડાય છે.
હા જુજ લોકોને સ્થળાંતર કરી જેમ-તેમ ને જેવા-તેવા પાણી ખોરાક એકાદ બે દિવસ માંડ આપ્યા પરંતુ દરેક પ્રકારે નુકસાની થઇ છે તે સરભર ન થાય તો ટેકો થાય તેવુ તો કરવુ જોઇએ ને? એકતો કોરોનામા ધંધા પાણી છે નહી વરસાદી માહોલથી કોરોના ઉપરાંતના રોગચાળા પણ વકરે ઉપરથી મંદી મોંઘવારી બેરોજગારી ઉપરથી વરસાદી કોપમા સરકાર લોકોની પડખે દરેક પ્રકારે મદદ કરવા ઉભી નથી રહી શકતી તેમ કહી વરસાદથી થયેલી નુકસાની નજરે નિહાળનારા જણાવે છે કે સરકાર નુકસાનીના જે સાચા ખોટા આંકડા રૂપિયામા જાહેર કરે છે એથી અનેક ગણુ માણસોને દેખીતુ અને સીધુ ન દેખાય તેવુ નુકસાન ઘણુ છે તેની માત્રા અનેકગણી છે હા ખેતી જાહેર માલ મીલકત રસ્તા પુલ જમીનના દેખાય છે તેવા નુકસાન મોટા છે જ સાથે બીજા જંગી નુકસાન પણ ઘણા થયા છે કેમકે ઘરવખરીથી માંડી માલમિલકત આજીવિકાના સાધન પશુ પંખી વૃક્ષો બાંધકામો વગેરે ના નુકસાન તેમજ ન દેખાતા નુકસાન થી સોથ વળ્યો તેની સરકારે નોંધ પણ નથી લીધી તેમપણ લોકો દર્દ સાથે જણાવે છે.