અકસ્માત કેવો હશે કે બસનો ડુચ્ચો બોલી ગયો 

15 લોકો છે ઈજાગ્રસ્ત, અકસ્માતોની વધી રહેલી સંખ્યા 

અકસ્માત કેવો હશે કે બસનો ડુચ્ચો બોલી ગયો 

Mysamachar.in-રાજકોટ:

રાજ્યમાં દીન-પ્રતિદિન હાઈવે પર અકસ્માતોની સંખ્યામાં સતત ને સતત વધારો થઇ રહ્યો છે, અરે હમણાની તો વાત છે કે તાપી નજીક ત્રિપલ અકસ્માતમાં 8 લોકો એ મહામુલી જિંદગી ગુમાવી દીધી, ત્યારે આજે રાજ્યમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે, આજે રાજકોટ અમદાવાદ હાઈવે પર મોટો અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ટ્રક પાછળ બસ ઘુસી જતા મોટો અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 14 લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા.

આ ઘટના અંગે જે પ્રાથમિક માહિતી સામે આવી રહી છે તે પ્રમાણે રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર માલિયાસણ ગામ પાસે આજે વહેલી સવારે ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ખાનગી બસમાં બેઠેલા 14 જેટલા લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. જેથી તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ પણ સ્થળ ઉપર દોડી ગઇ હતી અને આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.