નદીના મેળાના સ્ટોલ્સ માટે સિચાઇનુ NOC  નથી

એસ્ટેટે ચેક ન કર્યુ

નદીના મેળાના સ્ટોલ્સ માટે સિચાઇનુ NOC  નથી

Mysamachar.in-જામનગર:

જામનગરમા નદીના પટ્ટના મેળાના સ્ટોલ ધારકોએ સિંચાઇનુ NOC  ન લીધાની ચોંકાવનારી બાબત જાણવા મળી છે

કોર્પોરેશન ના એસ્ટેટ કંટ્રોલીંગ વરણવા ના જણાવ્યા મુજબ( કોર્પોરેશને ભલે સિંચાઇનો અભિપ્રાય આ પૂરની સંભાવના મુદે સંવેદનશીલ  મેળાની  જગ્યા માટે નથી લીધો)  એક જ ટેન્ડર ત્યા મેળાનુ આપવામા આવ્યુ છે એ લોકો જે સ્ટોલ ફાળવે તે તેને જોવાનુ રહેશે સાથે સિંચાઇ નો અભિપ્રાય અને જરૂર પડે તો NOC  પર્ફોમન્સ લાયસન્સની એક મહત્વની જોગવાઇ મુજબ સ્ટોલ ધારક સ્ટોલ ધારકો કે ટેન્ડર લેનારે લેવાનો રહે છે

બીજી તરફ વાસ્તવીકતા એ છે કે આ મેળાના વીધીવત ઉદઘાટન બાદના બે કલાક બાદ પણ સિંચાઇનુ NOC  નથી લીધાનુ અધીકૃત રીતે જાણવા મળ્યુ છે એટલુ જ નહી ભાઇ વરણવા તો કહી ને છુટી ગ્યા પરંતુ ત્યા ચેક કરવા ગયા જ નહી કે સિંચાઇ તરફથી કોઇ ઓપીનિયન જામનગરના અને આજુબાજુના ગામ તેમજ  વિસ્તારોના નિર્દોષ નાગરીકોના હિતમા લેવાયો છે કે નહી

માત્ર કોર્પોરેશન અને ફાળવેલ ટેન્ડર ધારક ની અન્ય આવી ગફલત અંગે જાગૃત અને જાણકાર નાગરીકો વધુ વિગતો ઉપર પણ જનહિતમા પ્રકાશ પાડવા આગળ આવી રહ્યા છે

જોઇએ હવે કોર્પોરેશન ના એક જવાબદાર કે સ્ટોલ ધારકોના ઇન્ચાર્જ આ મુદે ગંભીરતા લેશે કે કેમ? કેમકે જામનગર સહિત મોટા શહેરોની જુદી  જુદી દુર્ઘટનાઓ ને ગંભીરતાથી લઇ રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર એ ખુબજ સતર્કતા રાખી કોઇપણ પ્રકારના આયોજન કે સ્થળ  જ્યા લોકોની વધુ અવર જવર હોય એકઠા થવાના હોય કે રહેતા હોય ત્યા તમામ એટલે તમામ સતર્કતા રાખવા માર્ગદર્શીકા બહાર પાડી છે તેમજ સુચનાઓ પણ આપી છે

પરંતુ તેનુ પાલન જેને કરાવવાનુ છે તે કોર્પોરેશન ની એસ્ટેટ શાખા તો માત્ર કહી ને છુટી ગ્યા તો આ બાબતની ખામી શુ રમત છે? તેમ જાણકારો મા સવાલ ઉઠ્યો છે કેમકે ગુરૂવાર રાત સુધી સિંચાઇમા કોઇ અરજી આ નદીના મેળાના અભિપ્રાય માટે કોર્પોરેશન ના મીતભાષી કે સ્ટોલ ના કોન્ટ્રાક્ટ રાખનાર પાસેથી પહોંચી ન હતી.