કોરોનાના વધતા કેસ, રાજ્યના અગ્રસચિવ રાજકોટ પહોચ્યા, સૌરાષ્ટ્રના જિલ્લાઓના ઉચ્ચઅધિકારીઓ સાથે બેઠક

રાજકોટ, મોરબી,જામનગર જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક શરુ

કોરોનાના વધતા કેસ, રાજ્યના અગ્રસચિવ રાજકોટ પહોચ્યા, સૌરાષ્ટ્રના જિલ્લાઓના ઉચ્ચઅધિકારીઓ સાથે બેઠક

My samachar.in : રાજકોટ

રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસોથી કોરોના પોજીટીવ કેસોની સંખ્યા સતત ને સતત વધી રહી છે. ત્યારે કોરોનાગ્રસ્ત દર્દી મળવા લાગતાં તંત્રમાં દોડધામ થઈ જવા પામી છે.હાલ સૌરાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ થતા અગ્રસચિવ પંકજ કુમાર આજે તાબડતોબ રાજકોટ કલેકટર કચેરીએ પહોંચ્યા છે, કોરોના કેસો અને તૈયારઓ અંગે રાજકોટ, મોરબી,જામનગર જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક શરુ થઈ છે.

સૌરાષ્ટ્રમાં કોરોના કેસો વધતા શું સ્થિતિ છે તેની સમીક્ષા રૂબરૂ કરવા માટે આ બેઠક મહત્વની માનવામાં આવી રહી છે. રાજકોટ ઉપરાંત મોરબી.જામનગર જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક હાલ ચાલી રહી છે, અને કોરોના કેસો અંગેની રીવ્યુ અને આગામી દિવસોમાં જો કેસો વધે તો શું કરી શકાય તે અંગેની ચર્ચાઓ આ બેઠકમાં કરવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું છે.