રેશન મામલે વિફર્યા ગરીબો, પં. દીનદયાળનુ નામ વગોવતા વોર્ડનું લાયસન્સ રદ કરો

બીલ ન આપે ગમે ત્યારે દિકાન ખોલે ઉપરથી દાદાગીરી અને પુરવઠા તંત્રની મીઠી નજર

રેશન મામલે વિફર્યા ગરીબો, પં. દીનદયાળનુ નામ વગોવતા વોર્ડનું લાયસન્સ રદ કરો
file image

Mysamachar.in-જામનગર

જામનગર શહેરના ગુલાબનગર વોર્ડ નંબર 11 ના સસ્તા અનાજ વોર્ડની ગેરરીતી mysamachar.in ના એડીટરે રૂબરૂ જઇ ગરીબ લોકોને મળી ઇન્ટરવ્યુ લઇ ખુલ્લી પાડતા વ્યુઅર્સના ખુબજ આકરા પ્રતિભાવ આ દુકાન તેમજ બીજી દુકાનો અને ગામડાની સ્થિતિ જામનગર શહેર જિલ્લો દ્વારકા જિલ્લાની ગરીબ પ્રજાને સસ્તા અનાજ નિયમિત અને પુરતા મળતા નથી તેમજ વોર્ડ દુકાનો ખુલવામા અખાડા થતા હોવા સહિતના પ્રત્યાઘાતો મળ્યો છે માટે હવે લોકો જ આવી ગેરરીતિઓ સામે અવાજ ઉઠાવી સામુહીક ફરિયાદો તેમજ રજુઆતો કરે તે તેમના હિતમા જરૂરી છે, તો જ તંત્ર જાગશે અન્યથા આવું ચાલતું જ રહેશે.

સસતા અનાજની દુકાનના નામ સરકારે પં.દીનદયાળ ગ્રાહક ભંડાર નામ રાખ્યા છે ત્યારે મોટાભાગના આવા વોર્ડવાળાની જેમ ગુલાબનગરમા આવેલ દીલીપગીરી સંચાલીત વોર્ડની અનેક ફરિયાદો જાણવા મળી છે તે અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ વ્યુઅર્સે જણાવ્યુ કે આવા દુકાનદારો જે હુંકાર કરે છે કે ગમે તેને ફરિયાદ કરો..... ભાવ વધુ લે છે.... ગરીબોને ધક્કા ખવડાવે છે..... ગમે ત્યારે દુકાનખોલે.... બીલ ન આપે.... ઉડાઉ જવાબ આપે.... માલ હોય તોય ના પાડે.... તેવા દુકાનદારના લાયસન્સ રદ કરવા જોઇએ તેમજ પુરવઠા તંત્ર ભળેલુ છે.... ગામડાઓમા પણ આવુ છે.... એકપુર્વ પ્રજા પ્રતિનિધી આને છાવરી સાથે ખાસ બાબત માટે સાથે બેસે છે.... વગેરે આક્રોશપુર્ણ પ્રતિભાવ મળ્યા છે. આ દુકાનદારની અમુક વ્યવહારની વધુ સ્ફોટક વિગતો તેમજ બીજી સસ્તા અનાજ દુકાનની ગેરરીતિઓ તેમજ પુરવઠા તંત્ર સાથેની સાંઠગાંઠ વગેરેની સનસનીભરી વિગતો મળી છે તેમાં તથ્ય કેટલું જેની ખરાઇ થઇ રહી છે.