ટ્રાફિક નિયમનના કાયદાનો ૧૫ ઓક્ટોબરથી થશે અમલ..,

નિયમોમાં થોડા દિવસની છૂટ

ટ્રાફિક નિયમનના  કાયદાનો ૧૫ ઓક્ટોબરથી થશે અમલ..,

Mysamachar.in-ગાંધીનગર:

સરકાર ત્રણ દિવસમા જ ટ્રાફિકના નિયમોની અમલવારી ની સત્યતા અને લોકરોષ સમજી ગઈ હોય તેમ આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળી હતી, જેમાં RTOના નવા નિયમના અમલીકરણની ચર્ચા કરવામાં આવી હતી. નવા મોટર વ્હીકલ એક્ટની અમલવારીની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે, અને નવા નિયમોની અમલવારી ખાસ તો હેલ્મેટ અને પીયુસી માટે સમયમર્યાદા ૧૫ ઓક્ટોબર સુધીની કરવામાં આવી હોવાનું વાહનવ્યવહાર  મંત્રી આર.સી.ફળદુ એ મીડિયાને જણાવ્યું હતું.આ સાથે જ રાજ્યના લોકો વધુમાં વધુ ટ્રાફિકના નિયમોની અમલવારી કરે તેવી અપીલ પણ કરી હતી.આ સાથે ૯૦૦ પીયૂસી સેન્ટરો ખોલવામાં આવશે અને  હેલ્મેટ નહીં પહેરવા પર 15 ઓક્ટોબર સુધી કોઇ દંડ નહીં થાય તો નવા ટુવ્હીલર સાથે ISISમાર્કાવાળું હેલ્મેટ ફીમાં આપવામાં આવશે .