મહેસુલ કર્મચારી મંડળના પ્રમુખ અને નાયબ મામલતદાર ચેતન ઉપાધ્યાય બીજી વખત લાંચ લેતા ઝડપાયા 

મહેસુલી કર્મચારીઓમાં ફફડાટ 

મહેસુલ કર્મચારી મંડળના પ્રમુખ અને નાયબ મામલતદાર ચેતન ઉપાધ્યાય બીજી વખત લાંચ લેતા ઝડપાયા 

Mysamachar.in-જામનગર:

જામનગરમાં દિવાળી સમયે એસીબી દ્વારા શરુ કરવામાં આવેલ સરકારી કર્મચારીઓ અધિકારીઓના લાંચ લેવાના સફાઈ અભિયાનમાં આજે જામનગર શહેર મામલતદાર કચેરીના નાયબ મામલતદાર અને મહેસુલ કર્મચારી મંડળના પ્રમુખ ચેતન ઉપાધ્યાય ફટાકડા લાયસન્સનો અભિપ્રાય આપવા માટે ફટાકડાના દુકાનદાર પાસેથી રૂપિયા 10,000 ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા છે, તેવો સરકારી ગાડી લઇ અને લાંચ લેવા ગોકુલનગર વિસ્તારમાં ગયા હતા. ત્યારે જ એસીબીએ વોચ રાખી તેને ઝડપી પાડ્યા છે, અત્રે એ યાદ અપાવી દઈએ કે ચેતન ઉપાધ્યાય અગાઉ દરબારગઢ ઝોનલમાં ફરજ બજાવતા હતા તે સમયે પણ તેવો એસીબીના છટકામાં આવી ચુક્યા હતા અને ફરીથી તેવોને નોકરીમાં લેવામાં આવ્યા ત્યારે તેવો હાલ શહેર મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતા હતા અને આજે લાંચ લેતા ઝડપાઈ જતા જામનગરના મહેસુલી કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.