નિવૃત ASI નો PSI પર હુમલો

કેમ બન્યું આવું જાણો..

નિવૃત ASI નો PSI પર હુમલો

mysamachar.in-દેવભૂમિ દ્વારકા

હાલારમાં પોલીસ પર હુમલાની મોસમ ખુલી હોય તેમ જામજોધપુરમાં મહિલા બુટલેગર અને તેના પુત્ર દ્વારા પોલીસ પાર્ટી પર હુમલાના બનાવને હજુ ૨૪ કલાક જેવો સમય નથી થયો ત્યાં જ જુગારના અખાડા પર દરોડા પાડવા ગયેલા PSI ઉપર મારકૂટ કરીને હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે,

PSI ઉપર મારકૂટ કરીને હુમલો થયાનો બનાવ ની વિગતો  પ્રમાણે  દ્વારકા ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા નિવૃત ASI ઈસ્માઈલ મામદ સંધીનો રૂપેણબંદર પાસે બંધ હાલતમાં મચ્છીના દંગાના રૂમમાં જુગાર નો અખાડો ચાલતો  હોવાની બાતમીના આધારે  PSI પી.એલ.ચૌધરીએ સ્ટફને સાથે રાખીને દરોડા પાડતા જુગાર રમતા નિવૃત ASI ઈસ્માઈલ મામદ સંધી સહિત ૯ શખ્સો રંગે હાથ ઝડપાઈ ગયા હતા,દરમ્યાન જુગારનો કેસ ન કરવા માટે નિવૃત ASI ઈસ્માઈલ મામદ સંધીએ માથાકૂટ કરીને PSI પી.એલ.ચૌધરી ઉપર હુમલો કરીને ફરજમાં રૂકાવટ કરીને ડખ્ખો કરતાં વાતાવરણ થોડીવાર પૂરતું ઉગ્ર બની જવા પામ્યું હતું,

જો કે, જુગારના આ દરોડા અંગે પોલીસે અખાડો ચલાવનાર નિવૃત ASI ઈસ્માઈલ મામદ સહિત રામ ચુડાસમા, અબ્દુલ બેતરા, શબીર ધનાણી, મુસા ભેસલીયા, જુનુશ બેતરા, સલીમ રાડીયા, અયુબ ભેસલીયા અને જુસબ ઇસબની સામે જુગારનો કેસ કરીને ૧૮,૨૫૦ નો મુદામાલ જપ્ત કરી અને જુગારના અખાડા નો ગુન્હો નોંધ્યો છે,

ઉપરાંત નિવૃત ASI ઈસ્માઈલ મામદ સંધીએ માથાકૂટ કરીને  PSI ઉપર હુમલો કરીને ફરજમાં રૂકાવટ કર્યાની જુગાર ઉપરાંતની અલગથી  PSI ચૌધરીએ ફરિયાદ આપીને ધોરણસરની કાર્યવાહી કરી  છે,