ધોરણ 12 નું પરિણામ, બ્રિલીયન્ટ ગ્રુપ ઓફ સ્કુલના વિદ્યાર્થીઓએ મારી બાજી

શાળા વર્ષોથી બોર્ડના પરિણામોમાં અવ્વલ સ્થાન પર

ધોરણ 12 નું પરિણામ, બ્રિલીયન્ટ ગ્રુપ ઓફ સ્કુલના વિદ્યાર્થીઓએ મારી બાજી

Mysamachar.in-જામનગર

જામનગર શહેરની શૈક્ષણિક સંસ્થાઓ અને તેમાય બોર્ડના રિજલ્ટની વાત આવે એટલે બ્રિલીયન્ટ ગ્રુપ ઓફ સ્કુલના હોનહાર વિધાર્થીઓએ બાજી માર્યાનું દરવર્ષ બોર્ડના પરિણામો બાદ ફલિત થતું આવ્યું છે, ગઈકાલે પણ જાહેર થયેલા ધો.12 સામાન્ય પ્રવાહના પરિણામમાં શાળાનું 80.84 ટકા પરિણામ આપીને ફરી મેદાન માર્યું છે. આ ઉપરાંત સારા ગુણાકે પાસ થનારા અસંખ્ય વિધાર્થીઓએ ગ્રેડ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. બ્રિલીયન્ટ સ્કૂલના ચેરમેન અશોકભાઇ ભટ્ટ ડાયરેકટર ઓફ એજયુ ઉસ્મિતાબેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ શિક્ષકો વાલીઓ અને વિદ્યાર્થીઓની મહેનતથી આ વર્ષે પણ શાનદાર પરિણામ મળ્યું છે, જામનગરના શિક્ષણ જગતમાં બ્રિલીયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સે તેમની એક અલગ જ શાખ બનાવી છે. પ્રતિવર્ષ બ્રિલીયન્ટ સ્કુલ બોર્ડ ની પરીક્ષામાં ઉચ્ચ પરિણામ મેળવવામાં સફળ રહે છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ-2020 માં ધો.12 કોમર્સ ની પરીક્ષા લેવામાં આવી હતી જેનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. જેમાં બ્રિલીયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સે 80.84 ટકા સારૂ પરિણામ પ્રાપ્ત કરીને તેની યશકલગીમાં વધારો કર્યો છે. શાળાના ધોરણ 12માં ઉતીર્ણ થયેલ તેજસ્વી તારલાઓમાં ચાંદની મહેતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાની ઈચ્છા ધરાવે છે, દીપેન દાવદ્રાને એમબીએ બનવાની તમન્ના છે, અભય ગાંગાણી અને પુજા મહેતાને સીએ બનવાની ઈચ્છા છે, આમ શાળામાં મળેલ શિક્ષણના કારણે અમારા આપના સિદ્ધ થઈ શકશે વિધાર્થીઓના પ્રતિભાવો લેતા જાણવા મળ્યું છે.