જામનગરમાં આવશ્યક એવી પોસ્ટ સેવા ખાડે

કેમ જાણો..

જામનગરમાં આવશ્યક એવી પોસ્ટ સેવા ખાડે

Mysamachar.in-જામનગર:

અતિ આવશ્યક સેવાઓમાં ની એક એવી પોસ્ટ સુવિધા જામનગરમા કથળી છે, અને પરોક્ષરૂપે ખાનગી બેંકો અને કુરિયર સેવાને પ્રોત્સાહન અપાતુ હોય તેવુ ચિત્ર ઉપસે છે, એક તો ટપાલ ડીસ્ટ્રીબ્યુશન અનિયમીત છે લોકોને ટેલીફોન બીલ ઇન્ટરવ્યુ કોલ ચેકવગેરે જેવી ટપાલો નિયમીત મળતી નથી પુરતી સંખ્યામા ટપાલીઓ જ જોવા મળતા નથી, તેમા ય શંકરટેકરી જીઆઈડીસી વિસ્તારમાં આવેલી પોસ્ટ-ઓફિસના રેઢિયાળ કારભારને હિસાબે ગ્રાહકો પરેશાન થઈ રહ્યા છે. અહી દસ કાઉન્ટરના બદલે બે મા જ કામ ચલાવાય છે,

સીનિયર સીટીઝનો માટે કંઇ વ્યવસ્થા નથી ગ્રાહકો સાથે તોછડાઇ અને અપશબ્દોવાળુ વર્તન થાય છે, વળી વારંવાર નેટ જતુ રહે છે, એટલે કામ ઠપ્પ તેમજ ગમે તેટલી ગીરદી હોય ચોક્કસ સ્ટાફ કામ કરવુ હોય તો જ કરે છે, અહી પાણીની બેસવાની પાર્કીંગની માર્ગદર્શનની કોઇ સારી વ્યવસ્થા જ નથી, અને આવું તો શંકરટેકરી એક નહિ બીજી કેટલીય પોસ્ટ ઓફિસોમાં ચાલે છે, પોસ્ટ ગ્રાહકોના જણાવ્યા મુજબ રણજીતનગર અને ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલી બંને પોસ્ટ-ઓફીસમાં કોઈ કારણોસર બંધ થઈ જતા બંને બ્રાન્ચના ગ્રાહકોને હેરાન થઈને જીઆઈડીસીની દૂર સુધી નવી બનેલી બ્રાંચમાં જવા ફરજ પડે છે, ત્યાં પણ ફક્ત એકજ કાઉન્ટર બારી કાર્યરત હોવાથી ગ્રાહકોને લાઇનમાં ઉભું રહેવું પડે છે.

શહેર જિલ્લાની આમ તો દરેક પોસ્ટ-ઓફિસમાં ગ્રાહકલક્ષી સેવાનો સતત અભાવ વર્તાઇ રહ્યો છે. કર્મચારીની ઘટ અનેગમે ત્યારે ખોટકાઇ જતા સર્વરને લઇ નાણાના લેવડ-દેવડની પ્રક્રિયા જ ખોરંભે પડી જતાં ગ્રાહકોએ ધરમધક્કા ખાવાનો વારો આવે છે. કર્મચારીઓની ઘટ વચ્ચે બંને જિલ્લાની મોટા ભાગની પોસ્ટ ઓફીસોમા બચતખાતા, રીકરિંગ ખાતા, વિવિધ યોજનાના ખાતામાં રૂપિયા જમા કરાવવા આવતા કે ઉપાડવા આવતા ગ્રાહકોએ અટવાવું પડી રહ્યું છે.