Mysamachar.in-જામનગર
જામનગર જિલ્લામા એક પછી એક કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે. ગતરાત્રે કાલાવડ પોલીસ મથકમાં 306 કલમના આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. ધરપકડ બાદ આરોપીના કોરોના ટેસ્ટ કરાવતા આરોપી પોઝિટિવ નીકળતા પોલીસ બેડામાં ચિંતા પ્રવર્તી રહી છે. જિલ્લાના ગ્રામ્ય પોલીસે આરોપી ધરપકડ કરી. તેમના સેમ્પલ જામનગર હોસ્પિટલમાં ટેસ્ટિંગમાં મોકલેલ હતા હોસ્પિટલમાંથી આજે સવારે આરોપીનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોપીના સંપર્કમાં આવેલા તમામ પોલીસ કર્મચારીઓ ધ્રુજી ઉઠ્યાં હતા. આરોગ્ય વિભાગે તમામ પોલીસ કર્મચારીઓના કોરોના ટેસ્ટ સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલી આપેલ છે અને તમામને કવોરેટાઇન કરવાની પ્રક્રિયા શરુ કરી છે. જિલ્લાના કાલાવડમાં કોરોના વાયરસની એન્ટ્રીથી ગામ લોકો ભયભીત બની ગયા છે. રીપોર્ટ પોજીટીવ આવ્યા બાદ બપોરે કાલાવડ પોલીસ મથકને સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.