Mysamachar.in-આણંદ:
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ વખતે ચૂંટણી 15 દિવસ પહેલાં યોજાઈ શકે છે. નવેમ્બરમાં ચૂંટણી પૂર્ણ થઈ જશે તેવું અનુમાન છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આ સંકેત આપ્યા છે. આણંદમાં એક કાર્યક્રમ દરમિયાન પાટીલે કહ્યું કે, આ વખતે ચૂંટણી 12 -15 દિવસ પહેલા યોજાઈ શકે છે. 2017 ની ચૂંટણી ડિસેમ્બરમાં થઈ હતી. આ વખતે મારો અંદાજ છે કે નવેમ્બરમાં થઈ શકે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે જણાવ્યું કે, ચૂંટણીની તારીખ જાહેર કરવાની મારી પાસે સત્તા નથી. તેમણે કહ્યું કે, નવેમ્બરના અંત સુધીમાં ચૂંટણી પૂર્ણ થઈ જશે તેવુ મારુ માનવું છે.