જામનગર:ધ્રોલના બે પોલીસકર્મીઓ વચ્ચે થયેલ વાતચીતના રેકોર્ડીંગે મચાવી ચકચાર
“કા એ નહિ ને કા હું નહિ” જેવા સંવાદો મળ્યા સાંભળવા

Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લાના ધ્રોલ પોલીસમથકના બે પોલીસકર્મીઓ વચ્ચેની વાતચીતનું કથિત ઓડિયો રેકોડીંગ વાઈરલ થતા જામનગરના પોલીસબેડામાં ચકચાર મચી જવા પામી છે. જેમા એક પોલીસકર્મી જે બીજા પોલીસકર્મીને કહે છે કે મેં દોઢ મહિનો લતીપુર ચેકપોસ્ટ કરી છે, અને પરમ દિવસથી બજારમાં આવું છું, અને તે અન્ય પોલીસકર્મીને કહે છે કે તારા જે અંગત ભાઈબંધ છે તેને કહી દેજે હું પરમદિવસ બજારમાં આવું છું, અને એને કહેજે કા એ નહિ ને કા હું નહિ...ધ્રોલની બજારમાં કા એનું નામ રહેશે ના કા મારું નામ રહેશે, સાહેબે ટાઉનબીટમાં મારી માગણી કરી છે, અને જેની સાથે વાતચીત કરે છે તેને એમ પણ કહેવામાં આવે છે કે તું પણ ધ્યાન રાખજે, અને આર.આર.સેલમાં પણ એને કરવી હોય તો કરી દે, અને થાય તે કરી લે અને છેલ્લી ચેકપોસ્ટ પૂરી કરીને આવું છું, આ ઓડિયો કલીપ વાયરલ થતા જામનગર પોલીસબેડામાં ચર્ચાનો વિષય બન્યા છે.હવે આ ઓડિયો કલીપ ની ખરાઈ થયા બાદ ખાતાકીય પગલા લેવાય તો પણ નવાઈ નહિ.