આ શખ્સો માત્ર સાયલેન્સરની કરતા ચોરી શા માટે વાંચો..

20 થી વધુ ગુન્હાઓનો ભેદ ઉકેલાઈ ગયો

આ શખ્સો માત્ર સાયલેન્સરની કરતા ચોરી શા માટે વાંચો..

Mysamachar.in-અમદાવાદ

ઇકો કારના સાયલેન્સરમાંથી નીકળતી એક ઘાતુની કીમત ઉચી મળતી હોવાથી છેલ્લા કેટલાક સમયથી ઇકો ગાડી નહિ પરંતુ માત્ર તેના સાયલેન્સરોની ચોરી કરતી ગેંગ પોલીસને હાથ લાગી છે, અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ઈકો ગાડીના સાઈલેન્સરની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. આરોપીની પુછપરછમાં 20 જેટલા ગુનાની કબુલાત કરી છે. જોકે પોલીસે 3 ચોરી કરેલા સાઈલેન્સર સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે. મુનાફ ઉર્ફે ડોસો વોરા અને તોફિક ઉર્ફે અબ્બા પીંજારા છે. બંને આરોપીની સાણંદ-બાવળા રોડ પરથી ઈક્કો ગાડીના ૩ સાઈલેન્સર સાથે ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી પોલીસે ગાડી અને સાઈલેન્સર મળી ₹ 1.15 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આરોપીની પુછપરછમાં 20થી વધુ ગુનાનો ભેદ ઉકેલાયો. જેમા સાણંદ, અસલાલી, કલોલ, કડિ બારેજા, કઠલાલ સહિતના વિસ્તારોમા ગુનાને અંજામ આપ્યા હતા. આરોપીઓ એક સાઈલેન્સર ચોરી કર્યા બાદ તેમાથી 10 હજાર રૂપિયે કિલોના ભાવે વેચાતી પ્લેટીનિયમ વાળી માટીનું વેચાણ કર્યા બાદ તે સાઈલેન્સરને બીજી ગાડીમાં લગાવી દેતા હતા. અન્ય ગાડીના સાઈલેન્સરની ચોરી કરતા મુખ્ય આરોપીએ છેલ્લા એકજ વર્ષમાં 20 કરતા વધુ ગુનાને અંજામ આપ્યા હોવાનુ સામે આવ્યુ છે.