Mysamachar.in-જામનગર:
આજે સવારે 6 કલાકે પૂર્ણ થતા છેલ્લા 24 કલાક દરમિયાન જામનગર જીલ્લામાં કેટલાય ગામોમાં વરસાદ વરસ્યો છે તેના સતાવાર આંકડાઓ પર નજર કરવામાં આવે તો પ્રથમ તાલુકા મથકના વરસાદની વાત કરીએ જેમાં ધ્રોલમાં 2 ઇંચ, જોડીયામાં 1 ઇંચ, જામનગર શહેરમાં પોણો ઇંચ, લાલપુરમાં 7 મીમી વરસાદ નોંધાયો છે, તો પીએચસી સેન્ટર વાઈઝ આંકડાઓ જોઈએ તો…
જામનગર તાલુકાના વસઈમાં 1 ઇંચ, જોડિયા તાલુકાના હડીયાણામાં 2 ઇંચ, બાલંભામાં પોણો ઇંચ, પીઠડમાં 1 ઇંચ, ધ્રોલ તાલુકાના જાલીયા દેવાણીમાં 1 ઇંચ, કાલાવડ તાલુકાના નીકાવામાં 1 ઇંચ, લાલપુર તાલુકાના પીપરટોળામાં અને પરડવામાં અડધો અડધો ઇંચ, અને ડબાસંગમાં પણ અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.