વાંચો...છેલ્લા 3 વર્ષમાં રાજ્યમાં દારૂ પીવાની પરમીટ કેટલા લોકોને આપવામાં આવી..

જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કેટલી પરમીટ થઇ ઈશ્યુ તે પણ વાંચો

વાંચો...છેલ્લા 3 વર્ષમાં રાજ્યમાં દારૂ પીવાની પરમીટ કેટલા લોકોને આપવામાં આવી..
symbolic image

Mysamachar.in-ગાંધીનગર

બધા જાણે છે તેમ ગુજરાતમાં દારૂબંધી છે, અને દારુ પીવો કે વેચાણ કરવો તે ગુન્હો ગણાય છે, અને રાજ્ય સરકારે દારૂબંધીનો કાયદો વધુ કડક બનાવ્યો છે, જે બાબત સરાહનીય છે, અને હજુ પણ દારૂબંધીનો કડક અમલ યથાવત રહેશે તેવી જાહેરાત વિધાનસભામાં પણ કરી છે ત્યારે સરકારે છેલ્લાં ત્રણ વર્ષમાં 31,499 લોકોને દારૂ પીવાની સત્તાવાર પરમીટ (હેલ્થ પરમીટ) આપી હોવાના આંકડા રજુ કર્યા છે, કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના પ્રશ્નના જવાબમાં સરકારે આપેલી માહિતી મુજબ પરમીટ ચાર્જ પેટે સરકારને ત્રણ વર્ષમાં 19.10 કરોડની આવક થઈ છે. જેમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં 9226 પરમિટ અપાઇ છે. અમદાવાદ શહેરમાં 2024 પરમિટ અપાઇ છે.

રાજ્ય સરકાર ગુજરાતના રહેવાસી હોય તેને માત્ર આરોગ્યના કારણોસર મેડિકલ બોર્ડની ભલામણ બાદ લિકર પરમીટ આપે છે. દારૂબંધીનો કાયદો કડક કર્યા બાદ સરકારે લિકર પરમિટનું નામ બદલીને સ્વાસ્થ્ય પરમિટ કર્યું છે. પરમિટ પર નિયંત્રણને બદલે તેમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો હોવાનું ખુદ સરકારે રજૂ કરેલા આંકડા પરથી જણાય છે. તો રજૂ થયેલ આંકડાઓમાં જામનગરમાં છેલ્લા ત્રણ વર્ષમાં 960 પરમીટ સામે સરકારને 51,63,350ની આવક થઇ છે, તે જ રીતે દેવભૂમિ દ્વારકા જીલ્લામાં 244 પરમીટ સામે 9,06,800 ની આવક થઇ હોવાનું પણ જાણવા મળ્યું છે.