જામનગર શહેર અને જીલ્લામાં આજે કોરોનાના આટલા કેસો આવ્યા સામે વાંચો

તો આટલા દર્દીઓ થયા ડીસ્ચાર્જ

જામનગર શહેર અને જીલ્લામાં આજે કોરોનાના આટલા કેસો આવ્યા સામે વાંચો

Mysamachar.in-જામનગર

રાજ્યના મેટ્રોસીટી અમદાવાદ અને રાજકોટમાં દિવાળી બાદ કોરોના કેસોનો ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે, ત્યારે વાત કરવામાં આવે તો જામનગર શહેર અને જીલ્લાની સ્થિતિ પ્રમાણમાં સારી છે, અને સ્થિતિ સારી રહે તે માટે લોકો પણ આગળ આવે અને માસ્ક સોશ્યલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું ચુસ્ત પાલન કરી અને કોરોનાને જાકારો આપે તેવી અપીલ પણ તંત્ર કરી રહ્યું છે, ત્યારે આજે સામે આવી રહેલા આંકડાઓ મુજબ જામનગર શહેર વિસ્તારમાં 18 કેસ પોજીટીવ સાથે શહેરમાં એક્ટીવ કેસોની સંખ્યા 55 થઇ છે, જયારે આજે 17 દર્દીઓને ડીસ્ચાર્જ કરાયા છે, ‘તો જામનગર જીલ્લાના આંકડાઓ પર નજર કરીએ તો આજે 22 કેસ નવા આવ્યા છે, જેની સામે 14 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે તો જીલ્લામાં એક્ટીવ કેસોની સંખ્યા 54 છે.