રી-સર્વેની 26460 વાંધા અરજીઓ: રસપ્રદ ગોટાળો

419 રેવન્યુ ગામોમાંથી 215માં જ કામ પુર્ણ..

રી-સર્વેની 26460 વાંધા અરજીઓ: રસપ્રદ ગોટાળો
ફાઈલ તસ્વીર

Mysamachar.in-જામનગર:

હાલારના 419 રેવન્યુ ગામ (આમ તો 430 ગામ છે પરંતુ રેવન્યુ ગામ ઘણા જોઇન્ટ છે)માંથી રેવન્યુ વિભાગના રી સર્વે (ખેતીની જમીનની ફેર નવી માપણી)નું કામ માત્ર 215 ગામમાં જ પુરૂ થયુ છે,તે તંત્રના રેકર્ડ ઉપર છે,અને કુલ 26460 વાંધા અરજીઓ આવી છે તે પણ રેકર્ડ ઉપર છે,

આ ગોટાળો જ રસપ્રદ છે કે વાંધા અરજી સંપુર્ણ નિકાલ થતો નથી, દાયકાબાદ આટલુ જ કામ કેમ? સો મણના આ સવાલનો તંત્ર પાસે જવાબ જ નથી માત્ર બચાવની મુદ્રામાં જ છે.સામી બાજુ જોઇએ તો ૫૦ % જ કામગીરી પુરી થઇ ગણી શકાય છે,આ અંગેના સરકારી પત્રક જોઇએ તો જામનગરના 100 ,ધ્રોલના 42,જોડિયાના 37,કાલાવડના 98, લાલપુરના 73,જામજોધપુરના 69 (દ્વારકા જિલ્લાના 250 ગામની સ્થિતિ તો હજુ જુદી)માંથી પ્રમોલગેશન માટે મોકલેલ રેકર્ડ અંગેના ગામોની સંખ્યા જોઇએ તો જામનગરના 100, કાલાવડના 42, લાલપુરના 73 મળી 215 ગામોનો જ સમાવેશ થાય છે,

DILR સુપ્રિન્ટેન્ડન્ટના આંકડા મુજબ તો સ્થિતિ જુદી છે,તેમાં નોંધાયા મુજબ તો જામનગરના ૫, જોડિયાના 37, કાલાવડના 98 અને જામજોધપુરના 69 જ કલીયર છે,તેમાંથી આખરી સ્થિતિ જોઇ તે તો ફાયનલ નોટીસ ઇસ્યુ થઇ ગઇ હોય તેવા ગામ જામનગરના 100 છે, ધ્રોલના 42 છે, લાલપુરના 72 છે એટલે કુલ 214 છે,બાકીના ગામોની સ્થિતિ હજુ અઘ્ધરતાલ છે.

 

ઉપરાંત તંત્રએ ગણાવેલી વાંધા અરજીઓની સંખ્યા જોઇએ તો પ્રમોલગેશન બાદ આવેલી અરજીઓની સંખ્યા જામનગર તાલુકાની 7174, ધ્રોલની 1584, જોડિયાની 2302, કાલાવડની 7844, લાલપુરની 2381 અને જામજોધપુર તાલુકાની 5175 મળી 26460 અરજીઓ થાય છે.જેમાંથી નિકાલ પણ થાય છે તે કુલ 5152 છે,અને નિકાલ બાદ નકારાત્મક નિકાલ એટલે કે ફરીથી સ્થિતિ એની એ જ રહે તે 8766 અરજી તો છે,આમ નિકાલ બાદ પણ પરિસ્થિતિ સુધરતી જ નથી તે પણ મોટો પ્રશ્ન છે.

એક ગામમાં ચાર-ચાર સર્વેયર: ગ્રામજનો થાકી જતા અસહકાર 
ડીપાર્ટમેન્ટલી કામગીરી, રી સર્વેની શરૂ થઇ તેમાં એક ગામમાં ચાર-ચાર સર્વેયર જરૂર મુજબ હાલ કામ કરે છે,અમુક ગામમાં આઠ-આઠ પણ હોય છે જ રૂટ મુજબમાં સંખ્યા વધઘટ થાય છે. હવે પરિસ્થિતિ એ છે કે વર્ષોથી માપણીની ગોટાળાવાળી સ્થિતિ હોય ખેડૂતો થાકી ગયા છે,માટે માપણીદારોને સહકાર આપતા નથી,કારણ કે ખેડૂતોનો વાંક પણ નથી,માટે ડીપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ ખેડૂતોનો સહકાર મળતો નથી,અને ખેડૂતોને  સમજાવવા પડે છે અને માંડ-માંડ માપણી થઇ શકે છે. નહી તો એક દિવસમાં 20 સર્વે નંબર પુરા કરવાના હોય છે,પરંતુ સર્વેયર પરિસ્થિતિ સંભાળી ન શકે તો સર્વેનો ટાર્ગેટ ફેલ જાય છે.