જામનગરની યુવતી પર બે શખ્સોએ આચર્યું દુષ્કર્મ..

બંને શખ્સો જામનગરના ..

જામનગરની યુવતી પર બે શખ્સોએ આચર્યું દુષ્કર્મ..

Mysamachar.in-અમદાવાદ: 

મૂળ જામનગરની ૨૨ વર્ષીય યુવતી થોડા સમય પૂર્વે અમદાવાદ એન્જિનિયરિંગના અભ્યાસ અર્થે ગઈ હતી,અને ત્યાં જામનગરના જ બે યુવકોના સંપર્કમાં આવી હતી,જેમાના એક યુવક જયે તેની સાથે લગ્ન કર્યા બાદમાં છૂટાછેડા લીધા અને ઇરફાને તેને જય સાથે ફરીથી સેટલમેન્ટ કરાવી આપવાની વાત કરી દુષ્કર્મ આચર્યું અને યુવતીનો વીડિઓ બનાવી ૧૦ લાખની માંગણી કર્યાનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે,


જામનગરની ૨૨ વર્ષીય યુવતી અમદાવાદમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ માટે વર્ષ ૨૦૧૭માં પહોંચી હતી,દરમિયાન આરોપી એવા લાલપુરનો જય તેણીના સંપર્કમાં આવ્યો હતો અને જયે તેની સાથે અલગ-અલગ હોટલમાં દુષ્કર્મ આચાર્યા બાદ બંનેએ લગ્ન કર્યા અને દબાણમાં છુટાછેડા પણ લઇ લીધા હતા,

બાદમાં જયના મિત્ર ઇરફાનને આ મામલા ની જાણ થતાં તે પણ આ યુવતીના  સંપર્કમાં આવ્યો હતો.ઇરફાને જય સાથે સેટલમેન્ટ કરાવી આપવાની લાલચ આપી પ્રહલાદનગરની એક હોટલમાં યુવતી પર દુષ્કર્મ આચારતી વેળાએ તેનો વીડિઓ પણ બનાવી લીધો હતો,બાદમા ઇરફાને પણ આ યુવતીને બ્લેકમેઇલ કરતો હતો.અને 10 લાખ જેટલી રકમની માગણી કરી હતી,આમ દુષ્કર્મઅને બ્લેકમેલિંગ થી કંટાળી જઇ યુવતીએ પોલીસ સ્ટેશનમાં બે આરોપીઓ સામે દુષ્કર્મ અને બ્લેકમેઇલ કરી પૈસા પડાવવાની ફરિયાદ નોંધાવતાં પોલીસે યુવતીની મેડિકલ તપાસણી સહિતની કાર્યવાહી હાથ ધરી છે.