રેંજ ફોરેસ્ટ ઓફીસર અને વચેટીયો ૩૦ હજારની લાંચ લેતા ઝડપાયા 

આ કામ માટે માંગી હતી લાંચ 

રેંજ ફોરેસ્ટ ઓફીસર અને વચેટીયો ૩૦ હજારની લાંચ લેતા ઝડપાયા 

Mysamachar.in-નર્મદા:

નર્મદા જીલ્લાના રાજપીપળામાં આવેલ ગામઠી ઢાબા હોટલ, ખામર ચોકડી, રાજપીપલાથી રેંજ ફોરેસ્ટ ઓફીસર અને વચેટિયાને લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે ઝડપી પાડ્યા છે, આ કેસમાં ફરીયાદી લાકડા કાપવાનો કોન્ટ્રાકટ રાખી જુદા જુદા જિલ્લાઓમાં સરકારી જમીનો/જંગલ વિસ્તારમાં લાકડા કાપવાની કામગીરી કરતા હોય તેઓએ નાયબ વનસંરક્ષકની કચેરી નર્મદા વન વિભાગ, રાજપીપલા, જી-નર્મદા ખાતે અરજી કરેલ અને તે અરજીને લગત સર્વે કરી તુમાર બનાવી આગળ મોકલવા માટે પરેશભાઈ ડાહ્યાભાઈ પટેલ, રેંજ ફોરેસ્ટ ઓફીસર (આર.એફ.ઓ.) વર્ગ-૩, નાયબ વન સંરક્ષકની કચેરી. નર્મદા વન વિભાગ, રાજપીપલા, વાળાએ સ્થળ પર જઈ સર્વે કરી અભિપ્રાય તૈયાર કરી તેઓની ઉપલી કચેરી ખાતે મોકલવા માટે એક અભિપ્રાય દીઠ 15000 લેખે બે અભિપ્રાયના 30,000 ની લાંચની માંગણી કરેલી..

પરંતુ લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરતા ફરીયાદીની ફરીયાદના આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા રેંજ ફોરેસ્ટ ઓફીસર પટેલે ફરીયાદીને ખાનગી વ્યક્તિ નિશાર રસુલ મેર, લાકડાનો છુટક ધંધો ને લાંચની રકમ આપવા જણાવતા તેણે ફરીયાદી પાસેથી પંચોની હાજરીમાં લાંચના નાણાં સ્વીકારી રેંજ ફોરેસ્ટ ઓફીસરને નાણાં સ્વીકાર્યા અંગેની જાણ કરતા, બંને આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં લાંચ માંગી સ્વિકારી પકડાઈ ગયા હોય એસીબીએ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.