Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના પીઠડ ગામે થયેલ મારપીટની ફરિયાદ જોડિયા પોલીસ મથકે નોંધાઈ છે, જેમાં ફરિયાદી નરેશ ગોવિંદ પઢીયાર જે મૂળ પીઠડ ગામના છે અને હાલ અંજાર ખાતે નોકરી કરી રહ્યા છે, તેને પીઠડ ગામે જ વસવાટ કરતા રમેશ હમીર ચૌહાણ સામે હુમલો જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે કે આ રમેશભાઈ મારા ઉપર ખોટી શંકા કરતા હોય કે હું તેમના પત્નીને ખરાબ નજરે જોવ છુ. જે બાબતનુ મનદુખ રાખી તેઓએ પાઈપ વડે માથામા તથા પગમા ઈજા કરી ગાળો આપી મારી નાખવાની ધમકી આપ્યા સબબની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે.