ટ્રકમાં સેન્ટીંગના સમાન નીચે છૂપાવી કરવામાં આવતી દારૂની હેરાફેરી રાજકોટ રેન્જ ટીમે ઝડપી પાડી

પોલીસે દારૂના જથ્થા સહિતના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા

ટ્રકમાં સેન્ટીંગના સમાન નીચે છૂપાવી કરવામાં આવતી દારૂની હેરાફેરી રાજકોટ રેન્જ ટીમે ઝડપી પાડી

Mysamachar.in-રાજકોટ

હાલ ડ્રાય સ્ટેટ ગુજરાતમાં નશાબંધી સપ્તાહની ઉજવણી થઇ રહી છે, એ દરમિયાન જ રાજકોટ રેન્જની ટીમે દારૂનો મોટો જથ્થો જે નવી તરકીબથી ઘુસાડવામાં આવી રહ્યો હતો  તે ઝડપી પાડ્યો છે, ટ્રકમાં સેન્ટીંગ સામાનની નીચે 4,404 દારૂની બોટલોને છૂપાવી હેરાફેરી કરતાં ત્રણ શખ્સોની શંકાના આધારે રાજકોટ  રેન્જની પોલીસે વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. મોરબી જિલ્લાની વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી પસાર થતાં એક ટ્રક પર રાજકોટ રેન્જની પોલીસને શંકા જતાં તેઓએ ટ્રકની તપાસ કરી હતી. આ ટ્રકની તપાસ કરતાં સેન્ટીંગના સમાનની નીચે ભારતીય બનાવટની અંગ્રેજી શરાબની 4,404 બોટલોને ગુજરાતમાં લાવવા છૂપાવી હતી. આ દારૂની હેરાફેરીના ગુનામાં રેન્જની પોલીસે ત્રણેય રાજસ્થાની શખ્સો વિરુદ્ધ ગૂનો નોંધી અને તેઓની ધરપકડ કરી છે.