મેળામા સ્ટોલ સંખ્યા-પાણી-પાર્કિંગ મુદ્દે ઉઠ્યા સવાલો

ચુસ્ત પાલન કેમ નહી?

મેળામા સ્ટોલ સંખ્યા-પાણી-પાર્કિંગ મુદ્દે ઉઠ્યા સવાલો

Mysamachar.in-જામનગર:

જામનગરના બંને મેળામા સરકારના નિયમો મુજબના પાણી ટોયલેટ સલામતી સ્ટોલ સંખ્યા તેમજ સલામત અંતર તકેદારી આરોગ્ય કાળજી સહિતના અનેક મુદે ગંભીર સવાલો ઉઠ્યા હોઇ કોર્પોરેશન ના જવાબદાર અધીકારી અને તેની ટીમ ઉપર શંકાની સોય તણાઈ રહી છે.

પાર્કિંગ પુરતુ અને કોઇ ને નડે નહી તેમજ વાહન ની અવર જવર સાનુકુળ થાય તેવા હોવા જોઇએ પીવાનુ પાણી શુદ્ધ ક્લોરીનેટેડ અને પુરતુ હોવુ જોઇએ ટોયલેટ પુરતા અને સ્વચ્છ તેમજ પુરતી પાણી વ્યવસ્થા સાથેના હોવા જોઇએ સ્ટોલ જેટલા મંજુર થયા હોય તેટલા અને તેવડા જ હોવા જોઇએ એટલે કે જેને જેટલા પ્લોટની મંજુરી છે અને નાણા ભર્યા છે તેટલામા જ તે હોવા જોઇએ આરોગ્ય ટીમ એમ્બ્યુલન્સ ઇમરજન્સી દવા બધુ પુરતા પ્રમાણમા હોવુ જોઇએ સલામતી સુવિધા માત્ર થોડા કમેરા કે થોડા સીક્યુરીટી નહી એકઠા થતા સમુદાય મુજબ હોવા જોઇએ કોઇ ખોટા ઘોંઘાટ કે અડચણ લોકોને નડવા ન જોઇએ ચેપ ન ફેલાય તેમજ ખાણીપીણી ની ચીજ તાજી ઢાકેલી શુદ્ધ  ભેળસેળ વગરની હોવી જોઇએ આવી તો અનેક બાબતો જન હિતમા હોવી જોઇએ તેમ કાયદો કહે છે  જિલ્લા વહીવટી તંત્રના અધીકારીઓ કહે છે. પરંતુ કરૂણતા એ છે કે આવી તમામ બાબતો કોર્પોરેશન ના એસ્ટેટની ટીમે જોઇ નથી અને બેદરકારી દાખવી છે જેની બારીક મા બારીક બાબતો હજુ બહાર આવી રહી છે.