જામનગર સહીત સૌરાષ્ટ્રના કેટલાય જીલ્લાઓમાં વરસાદ, ક્યાંક કરા પડ્યા
કાલાવડ તાલુકાના રણુજા, બેરાજા, ખાનકોટડા સહિતના વિસ્તારોમાં વરસાદ

Mysamachar.in-સૌરાષ્ટ્:
જે રીતે હવામાન વિભાગ દ્વારા ભરઉનાળે વરસાદની જે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આઈ હતી તે કયાંક ને કયાંક આજે સાચી પડી રહી હોય તેમ લાગી રહ્યું છે, અને જામનગર જીલ્લાના કેટલાક વિસ્તારો સહીત સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ વરસ્યાના અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે સૌ પ્રથમ જામનગર જીલ્લાની વાત કરવામાં આવે તો જામનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારો જેવા કે ધુતારપુર,સુમરી, તો કાલાવડ તાલુકાના રણુજા, ભંગડા, બાંગા, ખંઢેરા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે,
રાજકોટ જીલ્લાના ગોંડલ, લોધિકા, સહીતના ગ્રામીણ વિસ્તારો તો સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકામાં અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં અમરેલી જીલ્લાના વડીયા પંથક દેવગામ, ખીજડીયા, સહિતના વિસ્તારો તો મોરબી જીલ્લાના ટંકારાના મીતાના, હમીરપર, નેકનામ અને કચ્છ જીલ્લાના અમુક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યાના અહેવાલ મળે છે.આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકશાનીની સંભાવનાઓ પણ વ્યક્ત કરાઈ રહી છે.