Mysamachar.in-અમદાવાદ
રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે, તેમજ રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની સંભાવના નહીવત છે. હવામાન વિભાગનું અનુમાન છે કે, રાજ્યમાં હળવો વરસાદી માહોલ રહેશે. આગામી 24 કલાક સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તો બીજા તરફ અમદાવાદમાં સામાન્ય વરસાદી ઝાપટા પડશે અને આગામી 5 દિવસ ભારે વરસાદની શક્યતા નહીવત જોવામાં આવી રહી છે.