આવી આગાહી આ દિવસે પડી શકે છે રાજ્યના આ વિસ્તારોમાં વરસાદ

સાયકલોનિક સર્ક્યુલેશનની પરિસ્થિતિ

આવી આગાહી આ દિવસે પડી શકે છે રાજ્યના આ વિસ્તારોમાં વરસાદ
symbolic image

Mysamachar.in-અમદાવાદ

રાજ્યમાં તૌકતે વાવાઝોડા બાદ ફરી એકવાર ગરમીએ માઝા મુકી છે. આ વખતે વાવાઝોડાને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. આ સાથે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યનાં અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે,  હવામાન વિભાગના અનુસાર સૌરાષ્ટ્રનાં કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત શુક્રવારે સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતનાં કેટલાક સ્થળે હળવો વરસાદ વડે તેવી શક્યતા છે.

મધ્ય પાકિસ્તાન અને તેને અડીને આવેલા પશ્ચિમ રાજસ્થાનમાં અત્યારે સાયકલોનિક સર્ક્યુલેશનની પરિસ્થિતિ છે. જેનાં કારણે ગુજરાતના ઘણાં વિસ્તારોમાં હવામાનમં પલટો આવ્યો છે. આ પરિસ્થિતિને કારણે આજે એટલે ગુરૂવારે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આ ઉપરાંત શુક્રવારે રાજ્યના અમુક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. ચાર-પાંચ દિવસ સુધી આવાં વાતાવરણ બાદ ગરમીમાં ફરી વધારો થવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે હાલમાં અરબી સમુદ્ર પરથી ભેજયુક્ત પવન આવી રહ્યાં છે. પવન, ભેજ અને બીજા પરિબળોના કારણે વરસાદને વરસવા માટેનો પુરવઠો મળી રહે છે. તેના કારણે આ વરસાદ વરસી રહ્યો છે. આ પ્રિ-મોન્સુન એક્ટિવિટી છે. જેના ભાગરૂપે વરસાદ વરસી રહ્યો છે. હવામાન ખાતાએ આગાહી કરતા કહ્યું કે, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. તે સિવાય બાકીના રાજ્યના અન્ય ભાગો અને કચ્છમાં આગામી 24 કલાક સુધી વાતાવરણ સુક્કું રહેશે. ત્યારપછીના 3થી 4 દિવસ સુધી બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, તારીખ 27મીએ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વલસાડ, નવસારી, દમણ, દાદરા, નગર હવેલી અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ થઇ શકે છે. આ સાથે 28મી તારીખે ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દમણ, દાદરા, નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. તારીખ 29 અને 30મીએ સુક્કું વાતાવરણ રહેશે.