દ્વારકા જિલ્લામાં વરસાદ અને હજૂ વરસાદની આગાહી પણ.....

રાજયના વિવિધ જિલ્લાઓમાં આજે વરસી શકે છે કમોસમી વરસાદ......

દ્વારકા જિલ્લામાં વરસાદ અને હજૂ વરસાદની આગાહી પણ.....
symbolice image

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

ગુજરાતના હવામાન વિભાગ દ્વારા છેલ્લા ત્રણેક દિવસથી કહેવામાં આવે છે કે, સૌરાષ્ટ્ર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે અને આ આગાહીઓ મુજબ, જૂનાગઢ-ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યાના અહેવાલો વચ્ચે હવામાન વિભાગે જાહેર કર્યું છે કે, આજે શુક્રવારે પણ રાજયના દ્વારકા સહિતના કેટલાંક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.  

હવામાન વિભાગે જાહેર કર્યું છે કે, સૌરાષ્ટ્ર સહિતના રાજયના કેટલાંક વિસ્તારોમાં આજે વરસાદ નોંધાઈ શકે છે. આગાહીમાં એમ પણ કહેવાયું છે કે, આખા રાજયમાં આજે વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવનાઓ છે. દ્વારકા, કચ્છ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ અને અરવલ્લી સહિતના જિલ્લાઓમાં આજે મહત્તમ તાપમાન 34 ડિગ્રી આસપાસ રહી શકે છે. 

આગાહી મુજબ, આજે અમરેલી, છોટાઉદેપુર, દાહોદ સહિતના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહી શકે છે. જામનગર, સુરત અને નવસારી સહિતના જિલ્લાઓમાં આજે લઘુતમ તાપમાન 24 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવનાઓ છે. પંચમહાલ અને ગાંધીનગર સહિતના કેટલાંક જિલ્લાઓમાં લઘુતમ તાપમાન નીચું ઉતરી શકે છે. 

દેવભૂમિ દ્વારકા જિલ્લાથી મળતો અહેવાલ જણાવે છે કે, કાલે ગુરુવારે કલ્યાણપુર સહિતના પંથકોમાં વાતાવરણ વાદળછાયું રહ્યા બાદ, મોડી રાત્રે કલ્યાણપુર પંથકમાં વરસાદ નોંધાયો છે. સ્થાનિક રિપોર્ટ મુજબ, તાલુકાના કેનેડી અને ખાખરડા સહિતના ગામોના સીમ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળે છે. બીજી તરફ હવામાન વિભાગ કહે છે, આજે પણ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ વરસી શકે છે.