દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ..વરસાદને પગલે કેટલીક જગ્યાએ થયું નુકશાન 

પશુઓના મોત, તો વીજળી પડતા એક યુવકનું મોત

દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ..વરસાદને પગલે કેટલીક જગ્યાએ થયું નુકશાન 

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

ગતરાત્રીથી જામનગર જીલ્લાની સાથે પડોશી એવા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વરસાદ વરસી રહ્યો છે,ત્યારે વરસાદને પગલે ઠેર-ઠેર નુકશાની થઇ હોવાના એહવાલો સાંપડી રહ્યા છે, કલ્યાણપુર તાલુકાના ધાતુરિયા ગામે ભારે પવન અને વરસાદ ના કારણે નવા જેટલા  ઘરોમાં નુકસાન થવા સાથે ખંભાળિયા તાલુકાના ખજૂરીયા ગામે વીજ પડવાથી એક બળદનું મોત થયું છે, જયારે કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામે વીજ પડવાથી બે ભેસોના મોત તો ખંભાળિયા તાલુકાના નાના માંઢા ગામે વીજળી પડતા એક પચ્ચીસ વર્ષીય યુવકનું મોત થયાનું પણ સામે આવી રહ્યું છે.

તો છેલ્લા ૨૪ કલાકમાં દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક અડધા થી ચાર ઇંચ  વરસાદ નોંધાયો છે, ખંભાળિયા તાલુકાના કેશોદ વીંઝલપર પર ૪  ઇંચ વરસાદ..ખંભાળિયા તાલુકાના ઉગમણા બારા ગામે પણ ધોધમાર ૩ ઇંચ વરસાદ..કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે ૨  ઇંચ વરસાદ...દ્વારકા તાલુકામાં પણ આસપાસ ગામોમાં ૧  ઇંચ  જેટલો વરસાદ નોંધાયો છે,વરસાદ સાથે થોડીઘણી નુંક્શાનીઓ અને જાનમાલના નુકશાની પણ થયાનું સામે આવે છે.