વરસાદ અપડેટ:ચોવીસ કલાકમાં જામજોધપુર પાણી..પાણી..નવ ઈંચ વરસાદ 

જીલ્લાના તમામ તાલુકાનો જાણો વરસાદ 

વરસાદ અપડેટ:ચોવીસ કલાકમાં જામજોધપુર પાણી..પાણી..નવ ઈંચ વરસાદ 

Mysamachar.in-જામનગર:

જામનગર શહેર અને જિલ્લામાં બે દિવસ અવિરત રહેલી મેહમહેરએ જામજોધપુરને પાણી પાણી કરી નાખ્યું છે, ગઈકાલ સવાર છ થી આજે સવારે છ સુધીમાં જામજોધપુરમાં નવ ઈંચ વરસાદ નોંધાયો છે, જામનગર શહેર સાડા ત્રણ ઈંચ, કાલાવડ ૨ ઈંચ, લાલપુર: સાડા ત્રણ ઈંચ, ધ્રોલ:સવા બે ઈંચ , જોડિયા:૫ ઈંચ જો કે આજે વરસાદે વિરામ લેતા લોકોમાં રાહત જોવા મળી છે, તો ભારે વરસાદના કારણે જીલ્લાના મોટાભાગના જળાશયો ઓવરફ્લો થઇ ચુક્યા છે, હા વધુ વરસાદ થી ખેડૂતોને નુકશાનીની ભીતી પણ સેવાઈ રહી છે.