Mysamachar.in-જામનગર
જામનગર શહેરમાં વહેલી સવારથી જાણે મેઘરાજાનો મુકામ થયો હોય તેમ વહેલી સવારથી શહેર સહીત કેટલાય ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને આ લખાય છે ત્યાં સુધી હજુ પણ વરસાદ અવિરત છે, આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં તાલુકા મથકે નોંધાયેલા વરસાદના આંકડામાં જામનગર અને કાલાવડમાં પોણા બે બે ઈંચ, ધ્રોલ અને લાલપુરમાં અડધો અડધો ઈંચ વારસદ નોંધાયો છે.
તો છેલ્લા 24 કલાકમાં એટલે કે ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધીમાં જામનગર જીલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં નોંધાયેલા વરસાદમા જામનગર તાલુકાના વસઈ ગામે 4 ઈચ, લાખાબાવળ 2 ઇંચ, મોટી બાણુગર 1 ઇંચ, જામવંથલી 3 ઇંચ, ધુતારપર 2 ઇંચ અલિયાબાડા અને દરેડ 1-1ઈચ, તો જોડીયા તાલુકાના હડીયાણા ગામે 2 ઇંચ પીઠડ 1 ઇંચ જયારે ધ્રોલ તાલુકાના લતીપુર અને જાલીયાદેવાણી ગામે 1-1 ઈચ વરસાદ. અને કાલાવડ તાલુકાના નિકાવા ખરેડી અને ભ.બેરાજા ગામે 1-1 ઇંચ વરસાદ જામજોધપુર તાલુકાના ધુનડામાં 2 ઇંચ વરસાદ.લાલપુર તાલુકાના પીપરટોડા 1 ઇંચ વરસાદ પડાણા 2 ઇંચ વરસાદ મોટાખડબા અને મોડપર 1-1 ઈચ વરસાદ નોંધાયો છે.