જામનગર:
જામનગર શહેરમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને એક એકાએક ભારે પવન સાથે વરસાદ વરસતા માત્ર એક કલાકમાં જામનગર શહેરમાં અઢી ઇંચ વરસાદ સતાવાર રીતે નોંધાયો છે, તો લાલપુર જામજોધપુર પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલો વચ્ચે લાલપુરની ઢાંઢર નદીમાં પણ પુર આવ્યું છે, આજે સાંજે 6 વાગ્યા સુધીમાં જામનગર જીલ્લામાં પડેલ વરસાદના આંકડાઓ પર નજર કરવામાં આવે તો જામનગર શહેરમાં 63 મીમી, કાલાવડમાં 27 મીમી, ધ્રોલમાં 42 મીમી અને લાલપુરમાં 34 મીમી જામજોધપુરમાં 74 મીમી વરસાદ નોંધો છે, જામનગર શહેરમાં ભારે વરસાદને કારણે કેટલાય રસ્તાઓ વૃક્ષો પડી જવાને કારણે બંધ થઇ ચુક્યા છે, તો શહેરના જુદા જુદા વિસ્તારોમાં 200 થી વધુ ધરાસાઈ થયેલ વૃક્ષોને કાપી અને સાઈડમાં કરવા માટે ફાયર વિભાગની ટીમો કામે લાગી છે.