અતિવૃષ્ટિ અને પૂરથી ઉંડ-2 તથા આજી-4 સિંચાઇ યોજનાના હેઠવાસમાં કાંઠાના થયેલ ધોવાણના પ્રશ્નો અંગે ખેડુતો સાથે બેઠક યોજતા રાઘવજી પટેલ    

ભારે વરસાદના કારણે નદી કાંઠાને થયેલ નુકશાન બાબતે ખેડુતોની રજુઆતો ધ્યાને લાઇ અધિકારીઓને બેઠકમાં જરૂરી સુચનાઓ આપતા મંત્રી રાઘવજી પટેલ

અતિવૃષ્ટિ અને પૂરથી ઉંડ-2 તથા આજી-4 સિંચાઇ યોજનાના હેઠવાસમાં કાંઠાના થયેલ ધોવાણના પ્રશ્નો અંગે ખેડુતો સાથે બેઠક યોજતા રાઘવજી પટેલ    

Mysamachar.in-જામનગર:

જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં આવેલ ઉંડ-2 તથા આજી-4 સિંચાઇ યોજનાના હેઠવાસના કાંઠાઓ અતિવૃષ્ટિના પૂરના કારણે તુટી  ગયેલ અને કાંઠા ઉપર  આવેલા ખેડુતોના ખેતરોનું ધોવાણ થયેલ આ ધોવાણ થયેલ ખેડુતોના ખેતરો તથા  નદી કાંઠાને પુન:મરામત કરી  સલામત સ્થિતિમાં લાવવા માટે સરકાર તરફથી જરૂરી કરાવવા સિંચાઇ ખાતાના ઉચ્ચ અધિકારીઓ તથા ખેડુતો સાથે માર્કેટ યાર્ડ જોડિયા ખાતે બેઠક યોજી જેમાં ખેડુત આગેવાનો,ભરતભાઇ દલસાણીયા,જેઠાલાલ અઘેરા, રસીકભાઇ ભંડેરી, પદુભા જાડેજા, ઘનશ્યામભાઇ રાઠોડ,વલ્લભભાઇ ગોઠી તથા મોટી સંખ્યામાં ખેડુતો તથા ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા અને આ સમસ્યાના નિવારણ માટે ખેડુતોની માંગણી મુજબ કાર્યવાહી કરાવવાની કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ દ્વારા સિંચાઇ ખાતાના અધિકારીઓને જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી, ખેડુતોના પ્રશ્નોનું ઝડપથી નિવારણ થાય અને તેઓની સમસ્યાઓનો ઉકેલ લાવવાની ખેડુતોને  હૈયા ધારણ કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલે આપી હતી.