જી જી હોસ્પિટલની માતૃબાળ ઓપીડી બહાર લાગી કતારો,શા માટે વાંચો

સોશ્યલ ડિસ્ટન્સની તો એક બે ને ત્રણ થઇ ગઈ...

જી જી હોસ્પિટલની માતૃબાળ ઓપીડી બહાર લાગી કતારો,શા માટે વાંચો
તસ્વીરો:અમરીશ ચાંદ્રા

Mysamachar.in-જામનગર

જામનગરમાં આવેલ જી.જી.હોસ્પીટલમાં કેટલાય વિભાગો એવા છે જેમાં એચઓડી એટલે કે હેડ ઓફ ધી ડીપાર્ટમેન્ટના દર્શન કરવા તો ક્યારેક જ મળે છે, અને રેસીડેન્ટ તબીબો પર મોટાભાગનું તંત્ર ચાલતું હોય છે, એવામાં આજે સવારે માતૃબાળ ઓપીડી બિલ્ડીંગમાં સર્ગભા બહેનો તપાસણી માટે આવતી હોય છે, પણ અહી સાહેબોને આવવાના કોઈ ઠેકાણા ના હોય સર્ગભા બહેનો કલાકો સુધી કતારોમાં ઉભા રહે છે તે બાદ પણ તેની તપાસણી કરવાનો વારો આવતો હોવાનો આક્ષેપ હાજર બહેનો દ્વારા કેમેરા સમક્ષ કરવામાં આવ્યો છે,

કેટલીક બહેનોના જણાવ્યા મુજબ તેવો સવારે 8 વાગ્યાથી લાઈનમાં આવી ને ઉભા રહી જાય છે પરંતુ સાહેબો ક્યારે આવશે તે નક્કી નથી, આજે પણ સવારે 80 થી 100 જેટલી મહિલો કલાકો સુધી લાઈનોમાં ઉભા રહી અને કંટાળી ગઈ હતી, મહિલાઓએ કહ્યું કે લાઈનમાં તો ઉભા પણ રહીએ મજબુરીથી પણ અહી પીવાના પાણી કે બાથરૂમની પણ યોગ્ય સગવડ નથી, અત્રે એ વાત પણ ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે, બીજી તરફ  સરકાર સોશ્યલ ડિસ્ટન્સ માટેના ગીત ગઈ રહી છે, પણ પરિસ્થિતિથી મજબુર બહેનોથી સોશ્યલ ડિસ્ટન્સ કરતા તેનું ચેકઅપ થાય તે મહત્વનું લાગ્યું હતું. અંતે મોડેથી સાહેબો આવ્યા હતા અને તપાસણી શરુ થઇ હતી

-આ મામલે શું કહે છે ઇન્ચાર્જ અધિક્ષક ડો.દીપક તિવારી
આ મામલે જયારે “માયસમાચાર” દ્વારા જી જી હોસ્પીટલના ઇન્ચાર્જ અધિક્ષક ડો.દીપક તિવારીની પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેવોએ કહ્યું કે આ વિભાગમાં બહુ દર્દીઓ આવે છે, અને લોકડાઉન ખુલતા દર્દીઓની સંખ્યા વધી છે, એટલે એવું લાગે કે લાઈનો મોટી છે, અને આ વિભાગના તબીબો દિવસ રાત કામ કરે છે અને તેવો ઓપરેશન અને ઓપીડી બન્નેમાં કાર્યરત હોય તેથી થોડું મોડું બન્યું હોય તેવું બને અને અમે પ્રયાસ કરીશું કે અહી સુચારુ વ્યવસ્થા જળવાઈ રહે