જામનગર:પ્રિમોન્સુન કામગીરીમાં કેવી છે પોલંપોલ...!!!

પણ જયારે વરસાદ આવે ત્યારે તેના પરિણામ નહિવત હોવાનું અનેકવાર સામે આવી ચૂક્યું છે....

જામનગર:પ્રિમોન્સુન કામગીરીમાં કેવી છે પોલંપોલ...!!!

જામનગર મહાનગરપાલિકા દ્વારા દરવર્ષ ચોમાસું આવતા પૂર્વે શહેર ના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા ના ઉદભવે તે માટે શહેર ના અલગ અલગ વિસ્તારોમાં આવેલ કેનાલો,ગટરો,વગેરેની સફાઈ પાછળ પ્રિમોન્સુન કામગીરી ને નામે દરવર્ષ લગભગ અડધા કરોડનો ધુમાડો  મનપાની સોલીડવેસ્ટ શાખા દ્વારા કરવામાં આવે છે..પણ જયારે વરસાદ આવે ત્યારે તેના પરિણામ નહિવત હોવાનું અનેકવાર સામે આવી ચૂક્યું છે....

ગતવર્ષ મનપાએ પ્રિમોન્સુન કામગીરી પાછળ ૪૫ લાખ નો ખર્ચ કર્યો હતો..અને ટૂંકાગાળામાં કામગીરી આટોપી લેવાઈ હતી..આ વર્ષ પણ ચોમાસું નજીક છે ત્યારે મનપાની સ્ટેન્ડીંગ કમીટી દ્વારા શહેર ના જુદા જુદા વિસ્તારોમાં ૧૦ ભાગોમાં પ્રિમોન્સુન કામગીરી વહેચવામાં આવી છે..જેમાં કેનાલો સફાઈ નું મુખ્ય કામ છે ૩૮ કિલોમીટરની પ્રિમોન્સુન કામગીરી કરવા માટે સ્ટેન્ડીંગ કમીટી દ્વારા ૫૨ લાખ નો ખર્ચ મંજુર કરી અને અલગ અલગ કોન્ટ્રાક્ટરોને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.

૧૦ જુન એ એટલે કે ગઈકાલે તો આ કામગીરીની સમયમર્યાદા પૂર્ણ થઇ ચુકી છે..ત્યારે આજે લેવાયેલી આ તસ્વીરો જામનગર શહેરમાં થયેલ પ્રિમોન્સુન કામગીરી માં કેવી પોલંપોલ ચાલી હશે તેની સાબિતી માટે કદાચ પુરતી હોય તેમ લાગે છે..જો કે તંત્ર નો બચાવ એવો પણ છે કે ખુલ્લી કેનાલોમાં એક વખત સફાઈ કર્યા બાદ પણ આવી કેનાલો અવારનવાર ભરાઈ જાય છે...હવે આ બાબતમાં કેટલું તથ્ય તે તો વરસાદી પાણીનો નિકાલ થાય છે કે નહિ તેના બાદ જ ખ્યાલ આવી શકશે...

પ્રિમોન્સુન કામગીરી નર્યું નાટક:વિપક્ષસભ્ય:આનંદ ગોહિલ

જયારે પ્રિમોન્સુન કામગીરી અંગે મનપાના વિપક્ષના સભ્ય આનંદ ગોહિલની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે ગોહિલએ જણાવ્યું કે પ્રિમોન્સુન કામગીરી માત્ર નાટક અને કાગળ પર હોય તેમ લાગે છે..હકીકતે થવી જોઈતી કેનાલોની સફાઈ થતી નથી અને લાખોના બીલો મુકાઈ જાય છે...અને અયોગ્ય કામગીરી ને કારણે જ્યારે મુશળધાર વરસાદ આવે ત્યારે નીચાણવાળા વિસ્તારના લોકોને કેનાલો વાટે ગટરો ભરાઈ જવાના પ્રશ્નોને લઈને જે -તે વિસ્તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો  પડે છે.

જે કેનાલોમા પ્રશ્ન હશે ત્યાં રીપીટ કામગીરી કરવામાં આવશે :મુકેશ વરણવા:કંટ્રોલિંગ અધિકારી:સોલીડ વેસ્ટ:જામ્યુકો

પ્રિમોન્સુન ની કામગીરી બાદ પણ કેનાલો માં કચરા ના ઢગ અંગે જયારે મનપાના સોલીડ વેસ્ટ વિભાગના કંટ્રોલિંગ અધિકારી વરણવા સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેનો જવાબ હતો કે કેનાલો સફાઈ થયા બાદ ફરીવખત પ્લાસ્ટિક આવે તો કેનાલ ભરાઈ પણ જાય છે..પ્લાસ્ટિક નો બહુ મોટો પ્રશ્ન કેનાલો જામ થવા માટે છે..હાલ પ્રિમોન્સુન કામગીરી ને લઈને વારંવાર સફાઈ કરવામાં આવી રહી છે..છતાં કેનાલો ભરાઈ જાય છે...પણ અમે વરસાદ સુધી કેનાલોની વારંવાર અને રીપીટ સફાઈ કરાવી અને વરસાદ દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં પાણી નો પ્રશ્ન ના થાય તેવા પ્રયાસો કરીશું..