શું પેટ્રોલ અને ડીઝલની કીમત ૧૦૦ ને પાર થઇ જશે...??

૧૦ દિવસ થી સતત વધી રહેલા ભાવ

શું પેટ્રોલ અને ડીઝલની કીમત ૧૦૦ ને પાર થઇ જશે...??

mysamachr.in-અમદાવાદ

દેશ સહીત રાજ્યભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવો ભડકે બળી રહ્યા છે,અને સતત વધી રહેલા ભાવોને લઈને લોકોને પરેશાનીનો પાર નથી..અને મોંઘવારીની કારમી પછડાટ વચ્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો લોકો માટે મુશ્કેલી સાબિત થઇ રહ્યો છે,

આજે સતત દસમાં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો જોવા મળી રહ્યો છે તે પ્રમાણે પેટ્રોલ ૭૮ રૂપિયા જયારે ડીઝલ ૭૭ રૂપિયાની આસપાસ પહોચી જવા પામ્યા છે,પેટ્રોલ અને ડીઝલ ના સતત વધી રહેલા ભાવ ને લઈને લોકોમાં પણ એવી ચર્ચાઓ ઉઠી છે કે શું પેટ્રોલ અને ડીઝલ રૂપિયા ૧૦૦ ને પાર થશે...??