સાંસદ અને અપક્ષ કોર્પોરેટર જાહેરમાં જ સામસામે આવી ગયા

આ જીલ્લાની છે ઘટના પછી શું થયું તે પણ જાણો..

સાંસદ અને અપક્ષ કોર્પોરેટર જાહેરમાં જ સામસામે આવી ગયા

Mysamachar.in-ભરૂચ

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાની બોલવાની રીત એટલે કે ફટકાબાજી કરવા માટે જાણીતા છે, જાહેર સભાઓમાંથી દારૂ અંગેના નિવેદન હોય કે સ્ટેચ્યૂ ઑફ યૂનિટીમાં અધિકારીઓની દાદાગીરીનો વિષય મનસુખ વસાવા હંમેશા આખા બોલ બોલવા માટે જાણીતા છે. અને તેનાથી ક્યારેક વિવાદો પણ સર્જાતા રહેતા હોય છે. એવામાં આજે એક રોડના ખાતમહૂર્ત સમયે સાંસદ અને  અપક્ષ કોર્પોરેટર આમને સામને આવી જતા હાજર લોકોએ માંડ મામલો થાળે પાડ્યો હતો,

નગરપાલિકાના અપક્ષ કોર્પોરેટર મહેશ વસાવા અને સાંસદ મનસુખ વસાવા સાથે ઉગ્ર બોલાચાલી થયાની સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો.જોકે કોર્પોરેટર મહેશ વસાવાએ આક્ષેપ કર્યો હતો કે બોર્ડમાં કામ લીધું નથી તો કેવી રીતે કામનું ખાતમહુર્ત કર્યું ? આના જવાબમાં મનસુખ વસાવાએ પણ રોકડું પારખાવ્યું હતું કે કાલે સાંજે તો મારા ઘરે ટોળું મોકલું હતું આ માણસે, કામ મેં મંજુર કરાવ્યું છે. જોકે, તકરાર વધતા મનસુખ વસાવાના સમર્થકો મહેશ વસાવાને ધક્કામુક્કી કરીને ટોળામાંથી બહાર લઈ ગયા હતા. અને એક તબક્કે તો મામલો હાથાપાઇ સુધી આવી ગયો હતો. અપક્ષ કોર્પોરેટર અને સાંસદ પ્રજાની સમક્ષ જાહેરમાં આવી બોલાચાલીથી લોકો પર એક તબક્કે વિચારતા થઇ ગયા હતા,