જામનગરમાંથી સોપારીનો જથ્થો તો અમરેલીમાંથી તમાકુનું કારખાનું ઝડપાયું 

લોકડાઉનની અમલવારી દરમિયાન પોલીસને લાગ્યા હાથ 

જામનગરમાંથી સોપારીનો જથ્થો તો અમરેલીમાંથી તમાકુનું કારખાનું ઝડપાયું 

Mysamachar.in-જામનગર,અમરેલી

કોરોના વાયરસની મહામારી ની ફેલાતી અટકાવવા માટે દેશભરમાં લોકડાઉનનો ચુસ્તપણે અમલ ચાલી રહ્યો છે, ત્યારે ખાસ તો તમાકુ અને માવા ના બંધાણીઓ પોતાના વ્યસન સંતોષવા ગમેત્યાંથી માવા માસલાનો મેળ કરવામાં પડ્યા છે, ત્યારે જામનગર સીટી એ ડીવીઝન પોલીસે પાનમસાલામાં વપરાતી સોપારીના દશ કિલો જેટલા જથ્થા સાથે રમેશ ખટાઉ મંગે અને પારસ ચન્દ્રકાન્ત નંદા ને જાહેરનામ ભંગનો ગુન્હો નોંધી નોટીસ આપી છે, તો બીજી તરફ અમરેલી એસ.પી.નિર્લિપ્ત રાયએ ટ્વીટર પર માહિતી આપતા જણાવ્યું છે કે અમરેલી જીલ્લાના લાઠીના મતીરાળા ગામમાંથી ગેરકાયદેસર તમાકુ બનાવતુ કારખાનું ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે, વર્તમાન સમયમાં આવશ્યક ચીજવસ્તુઓ ના વેચાણ સિવાય તમામ વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ છે ત્યારે પોલીસે રેડ પાડી ગેરકાયદેસર તમાકુના મોટા જથ્થા સાથે 1 ઇસમને ઝડપી પાડી રૂપિયા 1,23,560નો મુદામાલ કબજે કર્યો છે,