Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
કલ્યાણપુર તાલુકાના જૂવાનપુર ગામે રહેતા જેંતીલાલ લાલાભાઇ પરમાર નામના 31 વર્ષના યુવાન દ્વારા આ જ ગામના રહીશ હિરેન બારાઈ નામના શખ્સ સામે ફરિયાદી જેન્તીભાઈની દુકાને ચીઠ્ઠી લખી, તેમજ ચોક્કસ ફેક આઈડી પરથી ઈ-મેઇલ મારફતે રૂપિયા 50 હજારની માંગણી કરવામાં આવી હોવાની ધોરણસર ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવી આવી છે. આ સંદર્ભે વધુમાં જાહેર થયેલી વિગત મુજબ જો જેન્તીભાઈ પૈસા નહીં આપે તો તેમને તથા તેમના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી, આ મામલે સાયબર સેલ વિભાગ તથા કલ્યાણપુર પોલીસ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ બાદ પગેરું મેળવી અને જુવાનપુર ગામના હિરેન બારાઈ સામે આઈ.પી.સી. કલમ 384, 385, 506 (2) તથા 507 મુજબ ગુનો નોંધી પી.એસ.આઈ. એફ.બી. ગગનીયા દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે.