Mysamachar.in-જામનગર:
જે જગ્યાને જે હેતુ માટે ફાળવણી કરવામાં આવી હોય તે હેતુ માટે જ ઉપયોગ કરવાનો હોય પરંતુ જામનગરમાં હેતુનો ભંગ થઇ અને રમતગમતને મેદાનનો વાહન પાર્કિંગ માટે ઉપયોગ થતો હોય જે બંધ કરાવવા કોંગી કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષ નેતા અસ્લમ ખીલજી દ્વારા નાયબ કમિશ્નરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.અસ્લમ ખીલજીએ કરેલ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે હાપા યાર્ડ પાસે આવેલ જે જામનગર મહાનગરપાલિકાનો પ્લોટ હોય તે સ્પોર્ટસ ગ્રાઉન્ડ માટે અનામત રાખવામાં આવ્યો હોય ત્યાં અને આશરે દોઢ વર્ષ પહેલા અંદાજે 50 લાખ સ્પોર્ટસ ગ્રાઉન્ડ બનાવવા માટે ફાળવવામાં આવેલ હોય તો જે જગ્યા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડના હેતુ માટે હોય ત્યાં રમત ગમતના મેદાન માટે ઉપયોગ થવો જોઈએ,
પરંતુ અહી તો સોલીડ વેસ્ટમાં ડોર ટુ ડોરના કોન્ટ્રકટર કોઈની કથિત મિલીભગત આચરી આ રમતગમતના ગ્રાઉન્ડનો પાર્કિંગ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.તો તાકીદે ત્યાંથી કચરાની ગાડીઓ દુર કરાવી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ માટે તાત્કાલિક જે 50 લાખ મંજુર કરેલ હોય તેની અમલવારી કરવી જોઈએ વધુમાં જામનગર શહેરમાં એક પણ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ન હોય એક જ હોય તેમાં પણ પાર્કિંગ બનાવવાનો કારસા અંગે યોગ્ય થવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.