Mysamachar.in-જામનગર
જામનગર જિલ્લા પુરવઠા તંત્રની મેલી મુરાદના પગલે અનેક રેશનીંગ વોર્ડ ધારકો પેધી ગયા છે તો અમુક ફાટીને ધુમાડે ગયા છે તો બીજી તરફ ગરીબોને રાહત દરે પુરતુ અને સમયસર અનાજ મળતુ નથી આ મામલે જામનગરના RTI એક્ટીવિસ્ટ કલ્પેશ આશાણીએ માહિતી અધીકાર અધીનિયમ હેઠળ માહિતી માંગી તો તેમાય માહિતી છુપાવવા પ્રયાસ કરી આવા ગંભીર મામલાને દબાવવા હીન પ્રયાસ જિલ્લા પુરવઠા કચેરીએ કર્યો તો ઉપરથી અપીલમા પણ એ જ ઘાટ ઘડાયો છે.
-અરજદારની RTI અંગેની વિગતો
દરેક પ્રકારના પરવાનેદારની યાદી ત્યાં છેલ્લે ઇન્સ્પેકશન થયાની તારીખ સાથેના પત્રકોની ખરી નકલો આપવી તે વિતરણ કાર્ડધારક ની સંખ્યા મુજબ સંપૂર્ણ થયું કે ન થયું હોય તે બાબતે ચકાસણી-તપાસ વગેરે કાર્યવાહી કરેલી હોય અને જરૂર પડયે સુચના-નોટીસ પાઠવાયેલ હોય કે ખુલાસા મંગાયા હોય તેની વિગતોની ખરી નકલો આપવી. (આ માહિતી માર્ચ-2020 થી ડીસેમ્બર-2020 સુધીની આપવી.) નાગરિક પુરવઠાને લગત પેટ્રોલ પંપ-ગેસ એજન્સીઓ-કેરોસીન ડેપો વગેરે સહીત કાર્યક્ષેત્ર ના તમામ સ્થળોમાંથી છેલ્લા છ માસમાં ઇન્સ્પેકટર થયેલા હોય તેની વિગતો-ઇન્સ્પેકશન વખતેના એક લીસ્ટની નકલ સાથે આ અલગ કેટેગરી અંગે મળેલી ફરિયાદ-અરજીઓ પગલા લીધાની વિગતોની ખરી નકલો આપવી. આપની કચેરીનું કાર્યક્ષેત્ર જવાબદારીઓ-કાર્યવાહીઓ ની (પ્રોએકટીવ ડીસકલોઝર) વગેરે વિગતોની ખરી નકલો આપવી.
એફપીએસ અંગે કોઈ ફરિયાદ-અરજીઓ કે તપાસ માંગતી અરજી છેલ્લા માર્ચ-20 થી અત્યાર સુધી મળી હોય તેની નકલો તેના ઉપર થયેલી કામગીરીની વિગતોની ખરી નકલો આપવી. એફપીએસ માં છેલ્લા ગત માર્ચ-2020 થી નવેમ્બર-2020 સુધી વોર્ડવાર સપ્લાય થયેલો જથ્થો તેમજ ત્યાંથી વિતરણ થયેલ જથ્થાની વોર્ડવાર-માસવાર વિગત તેમજ મધ્યાહન ભોજન માટે વોર્ડવાર ફાળવણી ની વિગતો.
FPS દુકાનોના ચેકિંગનો સમયગાળા અંગેની સંપૂર્ણ માહિતી. કચેરીનું પોસ્ટવાર મંજુર મહેકમ-ભરાયેલું મહેકમ-ખાલી જગ્યાની વિગત. બાયો ડીઝલ સંદર્ભે તપાસણીની વિગતોની ખરી નકલો પૂરી પાડવી. ગ્રાહક સુરક્ષા સંબંધિત કામગીરી-સુચના-અરજી-ફરિયાદોની નકલો પગલા લીધાની ખરી નકલો આપવી. (આ માહિતી જાન્યુઆરી-2020 થી ડીસેમ્બર-2020 સુધીની આપવી) પુરવઠા સલાહકાર સમિતિની છેલ્લી મીટીંગની મીનીટસ.
-અપીલની વિગત
પુરતા જવાબ ન મળતા અરજદારે અપીલ કરી જેની વિગત જોઇએ તો…..અપીલ નં. 05/2021 તા. 15-02-2021 અંગે લેખિત રજૂઆત તા. 05-01-2021 ના રોજ જાહેર માહિતી અધિકારી અને જીલ્લા પુરવઠા અધિકારી જામનગર પાસે એ થી કે મુદ્દા ની માહિતી માંગેલ હતી આ અન્વયે તા. 12-01-2021 ના રોજ જાહેર માહિતી અધિકારી અને જીલ્લા પુરવઠા અધિકારી જામનગર એ જાહેર માહિતી અધિકારી અને નાયબ જીલ્લા મેનેજર (ગ્રેડ-2) ગુ.રા.ના.પુ.ની.લી. ને મુદ્દા નં. એફ તબદીલ કરેલ હતી અને તા. 01-01-2021 ના રોજ જાહેર માહિતી અધિકારી અને જીલ્લા પુરવઠા અધિકારી જામનગર દ્વારા મળેલ પત્ર ક્રમાંક નં. પરવ/મકમ/RT-ID-02/2021 માં જણાવ્યા મુજબ જામનગર જીલ્લા પુરવઠા અધિકારીએ અમોને નિયમનુસારની અરજી હોવા છતાં મોટાભાગની માહિતીઓ આપી નથી માટે અપીલ માં આવવાવનું થયું છે.
અમોને રેશનકાર્ડ ના પરવાનેદારોની યાદી ન આપી વેબસાઈટ પરથી લેવા કહ્યું પરંતુ એક તો અમો કોઈ વ્યવસ્થા ધરાવતા નથી બીજું અપડેટ યાદી સરનામા સાથેની તો વિભાગ પાસે હોવી જ જોઈએ તેમ કાયદા મુજબ અમો માનીએ છીએ રેશન વોર્ડ માં ઇન્સ્પેકશન થયાનું તારીખ સાથેના પત્રકો આપવા માં આવ્યા નથી જે રેકર્ડ ઉપર ઉપલબ્ધ નથી તેમ જવાબ અપાયેલ છે તો કચેરીમાં રેકર્ડ હોવું જ જોઈએ એમ અમો માનીએ છીએ. જયારે પ્રોએકટીવ ડીક્લોઝર મુજબ સસ્તા અનાજ સમયસર નિયમિત પુરતું લોકોને મળે તે જોવાની જવાબદારી પુરવઠા વિભાગની છે તે સૌ જાણે છે તેમજ આરેશન કાર્ડ ધારકોની માગેલ સમયગાળાની સસ્તા અનાજના વોર્ડ ધારકો સામેની ફરીયાદોની તમામ નકલો ન આપી માત્ર એક દુકાનદાર સામેની ફરિયાદ રોજકામની નકલ આપી હતી તેમજ અરજદારે ઉમેર્યુ છે કે ખરેખર લોકોમાંથી એવું જાણવા મળ્યું કે ઘણી ફરિયાદો માંગેલ સમયગાળામાં થઇ છે.
પેટ્રોલ પંપ-ગેસ એજન્સીઓ-કેરોસીન ડેપો વગેરેની તપાસણીની વિગત રેકર્ડ ઉપર નથી તેમ જવાબ અપાયો છે જેથી અરજદારને સંતોષ થયો નથી બાયોડીઝલ તપાસણી અંગે અખબાર માં એક વખત અહેવાલ વાંચેલો તે ક્ષેત્રની તમામ કામગીરી ની વિગત માંગેલી તે પૂરી પાડવામાં પાડેલી નથી ગ્રાહક સુરક્ષા ને લગત ગ્રાહકોની બાબતોની અરજીઓ-ફરિયાદ-કામગીરી વગેરે માહિતી માંગેલી તે પણ પૂરી પાડવામાં આવેલ નથી માટે ઘટતી માહિતી સત્વરે મળે તે માટે યોગ્ય કરવા અરજદારે અપીલમા જણાવ્યુ છે પરંતુ અપીલમા પણ ખાસ કશુ વળ્યુ નહી અને ઢાંક પીછાડો કરવાનો પ્ય્રસ થયો હોય તેવો ઘાટ ઘડાયો હોય હવે અરજદાર સરકારના રાજ્યકક્ષાના અને કેબીનેટકક્ષાના મંત્રીઓને જામનગરમાં ચાલતા કૌભાંડ અંગે લેખિત રજૂઆત રજીસ્ટર એડી મારફતે મોકલી હોવાનું પણ જાણવા મળે છે.