દ્વારકાધીશ મંદિરમાં  દિપોત્સવી ઉત્સવના દર્શનનો કાર્યક્રમ આ મુજબનો રહેશે

દ્વારકાધીશ મંદિરમાં  દિપોત્સવી ઉત્સવના દર્શનનો કાર્યક્રમ આ મુજબનો રહેશે
file image

Mysamachar.in-દેવભુમિ દ્વારકા

આગામી દિપાવલી- નુતન વર્ષ ઉત્સવને અનુલક્ષીને તા.13/11/2020 થી તા.16/11/2020 દરમ્યા્ન શ્રીજીના દર્શનનો ક્રમ નીચે મુજબ રહેશે. તો સર્વેએ દર્શનનો કોવિડ-19 ના સંક્રમણને અટકાવવાના હેતુસર સોશ્યલ ડીસ્ટન્સ જાળવી માસ્ક પહેરી ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરેલ ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરી દર્શનનો લાભ લેવા વહીવટદાર દ્વારકાધીશ મંદિર, દ્વારકા અને પ્રાંત અધિકારી દ્વારકાની યાદીમાં જણાવેલ છે.

તા.13/11/2020 શુક્રવાર ધનતેરશ શ્રીજીના દર્શનનો કાર્યક્રમ નિત્યક્રમ મુજબ, તા.14/11/2020 શનિવાર, રૂપચૌદશ અને દિપાવલી મંગલા આરતી સવારે 5-30 કલાકે, શ્રીજીના દર્શન નિત્યક્રમ મુજબ, અનોસર (મંદિર બંધ) બપોરે 1-00 કલાકે, ઉત્થાપન દર્શન સાંજે 5-00 કલાકે, હાટડી દર્શન રાત્રે 8-00 થી 8-30 કલાક સુધી, અનોસર (મંદિર બંધ) રાત્રે 9-45 કલાકે, તા.15/11/2020 રવિવાર નુતનવર્ષ અન્નકુટ ઉત્સવ મંગલા આરતી સવારે 6-00 કલાકે, શ્રીજીના દર્શન નિત્યક્રમ મુજબ, અનોસર (મંદિર બંધ) બપોરે 1-00 કલાકે, અન્નકુટ દર્શન સાંજે 5-00, અનોસર (મંદિર બંધ) રાત્રે 9-45 કલાકે, તા. 16/11/2020 સોમવાર ભાઇબીજ, મંગલા આરતી સવારે 7-00 કલાકે, શ્રીજીના દર્શન નિત્યક્રમ મુજબ, અનોસર (મંદિર બંધ) બપોરે 1-00 કલાકે સાંજન ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે.