ખાનગી બસ રેલીંગમાં ઘુસી ગઈ, 1 નું મોત જયારે 20 ઘાયલ થયા

વાંચો અહી બની છે આ ઘટના

ખાનગી બસ રેલીંગમાં ઘુસી ગઈ, 1 નું મોત જયારે 20 ઘાયલ થયા

Mysamachar.in-અમરેલી

અમરેલીના સાવરકુંડલા ભુવા રોડ પર મુસાફરોથી ખીચોખીચ ભરેલી બસ ફાટક નજીક રેલવેના પોલમા ઘુસી જતા ખડાધારના એક બાળકનુ મોત થયુ હતુ. જયારે 20 મુસાફરોને નાની મોટી ઇજા પહોચતા સારવાર માટે દવાખાને ખસેડાયા છે. ખાનગી મીની બસ નંબર GJ-14-X-0603નો ચાલક બસમા 20થી વધુ પેસેન્જર ભરી સાવરકુંડલાથી પાલિતાણા તરફ જવા નીકળ્યો હતો. ભુવા રોડ પર રેલવે ફાટક નજીક પહોચતા ચાલકે બસ પરનો કાબુ ગુમાવ્યોહતો. અને બસ ફાટક નજીક રેલવેના પોલમા ઘુસી ગઇ હતી. રેલવેના પોલે બસને ચીરી નાખી હતી.આ અકસ્માતમાં એક 8 વર્ષીય બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે જયારે અન્ય 20 જેટલા લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.